બુધની પંડિત નહેરૂની પત્ની, જે હક માટે લડી રહી 57 વર્ષથી

ઝારખંડઃ આ વાત એક 74 વર્ષની મહિલાની છે. જેનો 57 વર્ષ પહેલા જવાહર લાલ નહેરૂની પત્ની હોવાના આરોપ સાથે સમાજે અને ગામે બહિષ્કાર કર્યો છે. લોકો તેને જોઇને તેને મહેણાટોણા મારતા અને તેની મજાક પણ ઉડાવતા. આ મહિલા સાથે તેના સમાજે ખોટો વ્યવહાર કર્યો છે. તે આજે પણ પોતાના સમ્માન માટે લ઼ડી રહી છે.

વાત છે 6 ડિસેમ્બર 1959ની કે જ્યારે નહેરૂ પશ્ચિમ બંગાળમાં એક ગામના ડેમના ઇનોગ્રેશનમાં ગયા હતા. નહેરૂની ભણામણથી ડેમનું ઉદ્ધાટન 17 વર્ષની બુધનીના હાથે કરવામાં આવ્યું હતું, તે ભારતની પહેલી એવી મજૂર હતી. જેના હાથે કોઇ પ્રોજેક્ટનું ઇનોગ્રેશન થયું હતું. પ્રોગ્રામ દરમ્યાન નહેરૂજીએ બુધનીના હાથમાં સ્વાગત માટે ફૂલોની માળા પકડાવી દીધી હતી. બસ આ ક્ષણ બુધનીના જીવનમાં મુશ્કેલીઓ લઇને આવી હતી.

તે દિવસે રાત્રે ગામમાં સંથાલી સમાજની પંચાયત બેસી. બુધનની કહ્યું કે પંડિત નહેરૂએ તેના હાથમાં માળા પકડાવી, તેથી આદિવાસી પરંપરા પ્રમાણે તે તેમની પત્ની થઇ ગઇ છે. જો કે પંડિત આદિવાસી ન હોવાથી ગેર આદિવાસી સાથે લગ્ન કરવાને કારણે સંથાલી સમાજ અને જાતીએ તેનો બહિષ્કાર કર્યો.

તે સમયે તે દામોદર વેલી કોર્પોરેશનની મજૂર હતી. થોડો સમય તેણે ત્યાં નોકરી કરી. પરંતુ 1682માં તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવી. ત્યાર બાદ તે બંગાળ છોડીને બિહાર ચાલી ગઇ. સાત વર્ષ સુધી તે ભટકતી રહી. પછી એક દિવસ સુધીર દત્તા સાહેબ મળ્યા. જે પ્રોજેક્ટ ઓફિસર હતા. સુધીર સાહેબે તેને અપનાવી અને મઝિયાઇનથી દત્તા બનાવી. જોકે સમાજના ડરથી ઔપ્ચારીક લગ્ન ન થાય. તે ત્રણ બાળકોની માતા છે.

1985માં તત્કાલીન પીએમ રાજીવ ગાંધીએ બુધની અને નહેરૂના કિસ્સા અંગે માહિતી પ્રાપ્ત થઇ. તે રાજીવ ગાંધીને મળવા ઓડિસ્સા ગઇ. ત્યાર બાદ ડીવીસીમાં તેને ફરી નોકરી પ્રાપ્ત થઇ. હાલ તે રિટાયર્ડ થઇ ચૂકી છે. ગામથી નિકાળઅયા બાદ કેટલાય વર્ષો પછી તે તેના ઘરે જઇ શકી હતી. પરિવારને મળે છે. પરંતુ સમાજે અને ગામે તેને હજી હક્ક આપ્યો નથી. તે 57 વર્ષથી પોતાની લડાઇ લડી રહી છે. તે ઇચ્છે છે કે રાહુલ ગાંધી તેના પરિવારની મદદ કરે. તેને એક ઘર અપાવે સાથે જ પોતાના પુત્રને નોકરી પણ અપાવે.

You might also like