બજેટમાં સ્ટીલ પર આયાતડ્યૂટી વધારીને ૨૫ ટકા કરોઃ ફિક્કી

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર પાસે આગામી બજેટમાં સ્ટીલનાં તમામ ઉત્પાદનો ઉપર આયાતડ્યૂટી વધારીને ૨૫ ટકા કરવાની માગ કરાઇ છે, કેમ કે વિશ્વમાં સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક ચીનમાં સ્ટીલની માગમાં ઘટાડો થયો છે. ફિક્કીએ વધુમાં જણાવ્યું છે કે ચીનમાં ઘટતી જતી માગના કારણે ચીન ભારતમાં સ્ટીલનું ડમ્પિંગ કરી રહ્યું છે. ફિક્કીએ વધુમાં જણાવ્યું છે કે સામાન્ય બજેટ વર્ષ ૨૦૧૬-૧૭માં તમામ સ્ટીલ ઉત્પાદનો પર આયાતડ્યૂટી વધારીને ૨૫ ટકા કરવામાં આવે.

દરમિયાન જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં સ્ટીલની માગમાં આવેલા ઘટાડાના કારણે ચીનની સ્ટીલ કંપનીઓ દ્વારા સ્ટીલનું ભારતમાં મોટા પાયે ડમ્પિંગ કરાતાં ભારતીય સ્ટીલ કંપનીઓને તેની સીધી અસર થઇ છે અને તેના કારણે સ્ટીલ કંપની આર્થિક મુશ્કેલીમાં સપડાઇ છે. આ કંપનીઓની આર્થિક મુશ્કેલી હળવી કરવા આયાતડ્યૂટીમાં વધારો કરવાની માગ કરાઇ છે.

You might also like