બજેટમાં સેવિંગ્સની નવી પ્રોડક્ટ જાહેર થશે

નવી દિલ્હી: ઈન્કમટેકસમાં આ વખતે મોટી રાહત મળવાની આશા જણાતી નથી. ર૦૧૬-૧૭ના નાણાકીય વર્ષના બજેટમાં નાણાપ્રધાન સેવિંગ્સની નવી પ્રોડકટની જાહેરાત કરી શકે છે. આ સાથે ટેકસ રાહતની મર્યાદામાં વધારો અને ભથ્થાંની મર્યાદા વધારી શકે છે.

ખાસ કરીને કરવેરા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સરકાર બચત અને રોકાણ પર ટેકસ રિબેટ વધારવાની તૈયારીમાં છે. બજેટમાં કલમ-૮૦ (સી), ૮૦ (ડી), એચઆરએ, બાળકોના શિક્ષણ પર મળતી આવકવેરા મુકિતમર્યાદામાં વધારો થઇ શકે છે. હાલ ૮૦ (સી)માં રિબેટની લિમિટ રૂ.૧.પ૦ લાખ છે, જેમાં એલઆઇસી, પીપીએફ, એનએસસી, યુલીપ, એફડી, ટ્યૂશન ફી અને હોમ લોનના હપ્તાનો સમાવેશ થાય છે. બચત માટે બજેટમાં નવી પ્રોડકટની જાહેરાત થઇ શકે છે.

આ પ્રોડકટ લાવવાથી કે ઇન્કમટેકસની મર્યાદા વધારવાથી સરકારને બે ફાયદા થશે. એક તો ટેકસની આવકમાં બહુ ઘટાડો થશે નહીં અને બીજું સેવિંગ્સનાં નાણાંનો ઉપયોગ સરકાર રોકાણ વધારવામાં કરી શકશે. ટેકસ નિષ્ણાત અતુલ ગર્ગના જણાવ્યા પ્રમાણે પર્સનલ ટેકસના મામલે આ બજેટમાં કોઇ મોટાે ફેરફાર થવાની શક્યતા નથી. ઇન્કમટેકસની મિનિમમ લિમિટ રૂ.ર.પ૦ લાખથી વધારીને રૂ.ત્રણ લાખ થઇ શકે છે. સરકારનું ધ્યાન અત્યારે કોર્પોરેટ ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાનું છે. તેથી સરકાર કરદાતાઓ માટે સેવિંગ્સની નવી પ્રોડકટ લાવી શકે છે. સરકાર ઇન્કમટેકસની લિમિટ વધારવાના બદલે સેવિંગ્સની લિમિટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

You might also like