સામાન્ય બજેટમાં જેટલી વધારી શકે છે કર : આટલી ચીજોમાં થશે વધારો

નવી દિલ્હી : નવી અપ્રત્યક્ષ કર વ્યવસ્થા જીએસટીને લાગુ કરવાની તૈયારીઓ વચ્ચે નાણા મંત્રી અરૂણ જેટલી આગામી બજેટમાં સર્વિસ ટેક્સ વધારીને 16 થી 18 ટકા કરવાની જાહેરાત કરી શકે છે. હાલ દેશમાં સર્વિસ ટેક્સનો દર 15 ટકા છે. સર્વિસ ટેક્સનાં દરો વધવાના કારણે ફોન, ઉડ્યન, રેસ્ટોરન્ટ અને તમામ અન્ય પ્રકારની સેવાઓના ટેક્સમાં વધારો થઇ શકે છે. કેન્દ્ર સરકારે 1 જુલાઇ અથવા 1 ઓક્ટોબરથી જીએસટી લાગુ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

GSTને લાગુ કરવા પર કેન્દ્ર અને રાજ્ય સરકારની તરફથી લગાવાયેલા તમામ અપ્રત્યક્ષ કરી તેમા સમાવિત થઇ જશે. સામાન્ય બજેટ આ બુધવારે રજુ કરવામાં આવશે. બજેટ તથા આર્થિક વિધેયક પસાર કરાવવાની સંપુર્ણ પ્રક્રિયા નવું વર્ષ ચાલુ થત પહેલા સમ્મપન્ન કરાવી લેવાશે જેથી 1 એપ્રીલથી જ વિભાગ પોતાના માટે પ્રસ્તાવિત બજેટ રકમનો ઉપયોગ ચાલુ કરી શકે છે.

જીએસટીનાં ટેક્સનાં દરોને 5,12,18 અને 28 ટકાનાં સ્તર પર રખાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટેક્સ એનાલિસ્ટના અનુસાર સર્વિસ ટેક્સનાં દરોમાં આ વખતના સામાન્ય બજેટમાં ઉપરોક્તમાંથી કોઇ પણ એક સ્તરનાં નજીક લઇ જવું તર્કસંગત હશે. હાલ સર્વિસ ટેક્સનાં દર 15 ટકા છે. તેવામાં 16 ટકાનાં સ્તરની નજીક લઇ જવુ સ્વાભાવિક માનવામાં આવશે. જેટલીએ પોગાનાં ગત્ત બજેટમાં સર્વિસ ટેક્સનાં દરમાં 0.5 ટકા વધીને 15 ટકા કરાવી દેવાયા હતા.

You might also like