બજેટ 2017: હવે કેશલેસ વધારે ફાયદાકારક, જાણો કરી રીતે

નવી દિલ્હીઃ નાણાપ્રધાન અરૂણ જેટલીએ નોટબંધી બાદ શરૂ થયેલા કેશના કકળાટને કારણે અને કેશલેસ ઇકોનોમી તરફ દેશને આગળ વધરાવા માટે કેશ ટ્રાન્ઝેક્શન પર નવી લિમિટ લાદી છે. હવે 3 લાખ રૂપિયાથી વધારે રકમના કેશ ટ્રાઝેક્શન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. આ મામલે ઇન્કમટેક્સ એક્ટમાં જરૂરી સંશોધન કરવામાં આવશે.  નાણાપ્રધાને કહ્યું છે કે અર્થવ્યવસ્થામાં એક નવી ક્ષિતિજનું નિર્માણ થયું છે. તેમાં સફળ ઘરેલું ઉત્પાદના વિકાસનો દર તુલનાત્મક રીતે વધારે હશે અને અર્થવ્યવસ્થા વધારે પારદર્શી તેમજ વાસ્તવિક બનશે.

જેટલીએ કહ્યું છે કે સરકારનું આ પગલું ભ્રષ્ટાચાર, કાણુનાણુ, નકલી નોટ અને આતંકી ગતિવિધીઓને નાબુત કરવા માટે મહત્વનું છે. નોટબંદીથી ભ્રષ્ટાચાર ઓછો થશે, અર્થવ્યવસ્થાનું ડિજિટલાઇજેશન અને નાણાકિય બચતોમાં વૃદ્ધિ થશે. તેનાથી જીડીપી અને ટેક્સ રેવન્યૂથી સરકારને ફાયદો થશે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે સરકાર ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપશે. ભીમ એપને વધારે પોપ્યુલર બનાવવામાં આવશે. જેના માટે સરકાર બે નવી સ્કિમ લોન્ચ કરવા જઇ રહી છે. ભીમ એપ રીફર કરવાથી બોનસ અને મર્ચેન્ટ દ્વારા ઉપયોગ કરવા પર કેશબેક સ્કીમનો લાભ થશે. આ સાથે જ આધાર બેઝ પેમેન્ટ સિસ્ટમના મર્ચન્ટ વર્ઝનને જલ્દી શરૂ કરવામાં આવશે. જેનો સીધો ફાયદો એ લોકોને થશે જે ડેબિટ અને ક્રેડિટ કાર્ટની સુવિધા સાથે મોબાઇલ વોલેટ અને મોબાઇલ ફોનની સુવિધા સાથે ફેન્ડલી નથી.

અરૂણ જેટલીએ જાહેરાત કરી છે નાણાકિય વર્ષ 2017-18માં સરકારનો પ્રયાસ યૂપીઆઇ, યૂએસએસડી, આધાર પે, આઇએમપીએસ અને ડેબિટ કાર્ડ દ્વારા 2500 કરોડ ડિજિટલ ટ્રાઝેક્શનનો લક્ષ્યાંક છે. સાથે જ ડિજિટલ પેમેન્ટને વધારવા માટે માર્ચ 2017 સુધી 10 લાખ નવા પીઓએસ ટર્મિનલ લગાવાશે સાથે જ વર્ષ 2017 સુધી 20 લાખ આધાર બેઝડ પીઓએસ મશીનનો ઉપયોગ શરૂ થઇ જશે.

http://sambhaavnews.com/

You might also like