બજેટમાં એગ્રી સેક્ટરને મોટી રાહત અપાય તેવી શક્યતા

નવી દિલ્હી: સરકારે બજેટની કવાયત શરૂ કરી દીધી છે ત્યારે વિવિધ ઉદ્યોગ સંગઠન બજેટની વિવિધ માગ સરકાર સમક્ષ કરી રહ્યાં છે. સરકાર બજેટમાં એ‌િગ્ર સેક્ટરને જુદી જુદી મોટી રાહત આપે તેવી શક્યતા છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે અપૂરતા તથા દેશનાં કેટલાંક રાજ્યો કમોસમી વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. દેશના જુદાં જુદાં રાજ્યએ કેન્દ્ર પાસે અત્યાર સુધી રૂ. ૨૨ હજાર કરોડથી વધુની રાહત માગી છે.

એક બાજુ દેશનાં વિવિધ રાજ્યમાં વિવિધ દાળ અને કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે આનું વધુ વાવેતર કરવા ખેડૂતો આકર્ષાય તેવા પણ સરકાર દ્વારા પ્રયત્ન હાથ ધરાઇ શકે છે. સરકાર ખેડૂતો માટે પાક વીમાની યોજનામાં સુધારો કરી શકે છે.

You might also like