બજેટ 2016: જાણો મુખ્ય મુદ્દા

નવી દિલ્હી: નાણાં મંત્રી અરૂણ જેટલી આજે વર્ષ 2016-17નું વાર્ષિક સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટ શરૂ થયાં પહેલાં તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા ગયા હતા. જ્યાં તેમની મંજૂરી મળ્યાં બાદ તેઓ સાંસદ ભવન પહોંચ્યાં હતા.

નાણાં મંત્રી અરૂણ જેટલી આજે પોતાનું ત્રીજુંસામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. કેબિનેટની બેઠકમાં બજેટ 2016 માટે મંજૂરી મળ્યાં બાદ તેમણે બજેટની શરૂઆત કરી છે.

લોકસભામાં હોબાળા સાથે બજેટની શરૂઆત થઇ હતી. નાણાં મંત્રી અરૂણ જેટલી હાલ બજેટ વાંચી રહ્યાં છે… જેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે…

આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા ગંભીર સમસ્યા. મુશ્કેલીમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા મજબુત. જીડીપી વધીને 7.6 ટકા થયું. સતત બે વર્ષ સુધી ચોમાસું ખરાબ રહેવા છતાં જીડીપીનો વધ્યું. વિદેશી ભંડોળ 350 મિલિયન ડોલર થયું. સરકારની આર્થિક નીતિ મજબુત થઇ છે. આર્થિક મંદી હોવા છતાં ભારતનો વિકાસ થયો. દુનિયામાં આર્થિક મંદી ચાલી રહી છે છતાં ભારત વિકાસની દિશામાં. આર્થિક સુધારાની પરિસ્થિતિ જાળવી રાખી છે.

ખેડૂતો માટે પીએફ પાક યોજના. નાણાકીય વર્ષ 2016ના સંશોધિત અંદાજમાં પ્લાન્ડ ખર્ચ વધારવામાં આવશે. ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ખર્ચ કરવામાં આવશે. સરકારની પ્રાથમિકતા નબળા વર્ગો પર વધારે રહેશે. સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવશે. પે-પેનલ અને ડિફેન્સ પેન્શનથી નાણાકીય વર્ષ 2016-17માં ખર્ચ વધશે. ખેડૂતોની આવક પાંચ વર્ષમાં ડબલ કરવાનું લક્ષ્ય.

જળ સંસાધનોનો સૌથી વધારે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. બીપીએલ પરિવારોને રસોઇ ગેસ આપવાની યોજના. આધાર કાર્ડને કાયદાકીય દરજ્જો આપવાની ચારણા. એગ્રીકલ્ચર સેક્ટરમાં 35900 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. જીએસટી અને બેન્કરસ્તી કોડને લાગુ કરવા માટે સરકાર પ્રયત્ન કરશે.

આવતાં નાણાકીય વર્ષના અંત સુધીમાં 23 સિંચાઇ પ્રોજેક્ટ પુરા કરવામાં આવશે. 5 વર્ષમાં સિંચાઇ પ્રોજેક્ટ પર 86 હજાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. 412 કરોડ રૂપિયા સજીવ ખેતી માટે ફાળવવામાં આવશે. સિંચાઇ યોજના માટે 20 હજાર કરોડ રૂપિયાનો નાબાર્ડ ખર્ચ. માર્ચ 2017 સુધીમાં સોઇલ હેન્ડકાર્ડનો વ્યાપ્ત 14 કરોડ ખેડૂતો સુધી પહોંચશે.

622 જિલ્લામાં દાળના ઉત્પાદન માટે 500 કરોડ રૂપિયા આપવામાં આવશે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના લાવવામાં આવશે. એકીકૃત ખેતી યોજના લાવવામાં આવશે. પીએમ ગ્રામ્ય રોડ યોજના 19 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 12 રાજ્યોમાં નવા ઇ માર્કેટ પ્લાન માટે એપીએમસી એક્ટમાં સંશોધન કર્યું.

એગ્રીકલ્ચર ઝોનના ઇન્ટરેસ્ટ સબ વેન્શન માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ખેડૂતો માટે પશુધન હાર્ટના નામે ઇ પોર્ટલ શરૂ કરવામાં આવશે. કૃષિ લોન માટે ચાલુ વર્ષે 9.5 લાખ કરોડ રૂપિયા ફાળવાશે. સ્વચ્છ ભારત અંતર્ગત કચરામાંથી ખાતર બનાવવામાં આવશે.  મનરેગા સ્કીમ માટે 38500 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. 1 મેં. 2018 સુધી તમામ ગામડાઓમાં વિજળી પહોંચાડવાનો ટાર્ગેટ.

સ્વચ્છ ભારત માટે 9000 કરોડ ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયતોને હવે 80 લાખ રૂપિયા વધારે મળશે. ગ્રામ્ય ઇલેક્ટ્રીફિકેશન માટે 85 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. નેશનલ ડીજીટલ લિટ્રેસી અંતર્ગત 6 કરોડ ઘરોને આવરી લેવામાં આવશે.

ડેરી ઉદ્યોગ માટે 4 યોજનાઓ. ન્યુ પંચાયત સ્કીમ માટે 650 કરોડ રૂપિયા ફાળવાશે. અછતગ્રસ્ત વિસ્તારો માટે દિનદયાલ યોજના. 75 લાખ લોકોને એલપીજી સબસીડિનો લાભ મળશે. દલિત અને આદિવાસી લોકો માટે અલગ ઉદ્યમ કેન્દ્રની યોજના. સસ્તી દવા માટે 30 હજાર સ્ટોર ખુલશે. 2016-17માં લેન્ડ રેકોર્ડ ડીજીટલાઇઝેશ માટે 15 કરોડ રૂપિયાની ફાળવણી. નવા જિલ્લાઓમાં 62 નવોદય વિદ્યાલય ખુલશે. સર્વ શિક્ષા અભિયાન પર ખાસ ભાર આપવામાં આવશે. 15 હજાર સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર ખુલશે.

સ્કિલ ડેવલોપમેન્ટ માટે 17 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. આગામી 3 વર્ષમાં એક કરોડ યુવાઓને ટ્રેઇન કરાશે. વૃદ્ધો માટે નવી વીમા યોજના. ઓર્ગેનિક ખેતી માટે 5 લાખ એકર જમીન ફાળવવામાં આવશે. ઉચ્ચ શિક્ષા માટે એક હજાર કરોડ રૂપિયા ફાળવાશે. 97 હજાર કરોડ રૂપિયા રસ્તા અને હાઈવેના વિકાસ માટે ફાળવાવમાં આવશે. ઈપીએકનો વિસ્તાર વધારાશે. નવી હેલ્થ પ્રોટેક્શન સ્કિમ લોન્ચ કરવામાં આવશે. રાજ્યોનાં હાઈવેને નેશનલ હાઈવેમાં ફેરવવામાં આવશે. 10 હજાર કિ.મી.નો હાઈવે બનાવવામાં આવશે.

ગામડાઓમાં વિજળીકરણ માટે 8500 કરોડ રૂપિયા ફાળવાવમાં આવશે. 70 હજાર રોડ પ્રોજેક્ટ વર્ષની શરૂઆતમાં શરૂ કરવામાં આવશે. પીએમ કૌશલ્ય વિકાસ યોજના માટે 1700 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. બોર્ડ અને રેલવે માટે 2.80 લાખ કરોડ ફાળવવામાં આવશે. 10 પબ્લિક અને 10 પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુટને વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે. પીપીપી સાથે જોડાયેલા વિવાદ માટે નવા કાયદા ઘડવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રામ્ય સ્વરાજ યોજના શરૂ કરવામાં આવશે. ગરીબ પરિવારોને વિમા યોજના ફાળવવામાં આવશે.

પીએમ ઔષધિ યોજના અંતર્ગત 3 હજાર દવા કેન્દ્રો ખોલવામાં આવશે. 60 હજાર કરોડ વોટર રેસક્યુ મેનેજમેન્ટ માટે ફાળવવામાં આવશે. ભારતીય ખેતી બજારો માટે 100 ટકા એફડીઆઇ કરવામાં આવશે.  3 વર્ષમાં ડીજીટલ સાક્ષરતા 6 કરોડ ઘરોમાં પહોંચાડાશે. એસસી એસટી હબની સ્થાપના કરવામાં આવશે.

નવા કર્મચારીઓ માટે સરકાર તરફથી પહેલાં 3 વર્ષ ઈપીએફ પર 8.33 ટકા વ્યાજ અપાશે. ઇપીએફ માટે સરકાર તરફથી 100 કરોડ ફાળવવામાં આવશે. સરકારી બેન્કો માટે 25 હજાર કરોડ ફાળવવામાં આવશે.

આધાર ફ્રેમવર્ક દ્વારા સબસીડી આપવામાં આવશે. એક ભારત શ્રેષ્ઠ ભારત યોજના લાગુ કરવામાં આવશે. 160 એરપોર્ટનો વિકાસ કરવામાં આવશે. પોસ્ટ ઓફીસમાં એટીએમ સેવા શરૂ કરવામાં આવશે. ફૂડ પ્રોસેસિંગ માટે 100 ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી.

બેન્કમાં એનપીઇની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. માર્ચ 2017 સુધી 3 લાખ નવી રેશનિંગની દુકાનો ખોલાશે. પરમાણું વિજળી માટે 3000 કરોડ રૂપિયા ફાળવાશે. મુદ્રા બેન્ક માટે 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરાશે. દાળની કિંમત ઓછી કરવા માટે બફર સ્ટોક બનાવાશે. આગામી નાણાંકીય વર્ષમાં રાજકોષીય ખોટ 3.5 ટકા સુધી લાવવાનું લક્ષ્ય.

સેબી એક્ટમાં સંશોધન કરી એસએટીની વધારે બ્રાન્ચ ખોલાશે. આધાર માટે સરકાર નવું બિલ લાવશે. ફર્ટિલાઇઝર માટે ડાયરેક્ટ બેનિફિટ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ. એક દિવસમાં નવી કંપની ખોલાવ માટેનું રજીસ્ટ્રેશન થઇ શકશે. નાના કરદાતાઓને ટેક્સમાં રાહત મળશે. 80 જીબી અંતર્ગત હાઉસ રેન્ટની છુટ મર્યાદા 24 હજારથી વધારી 60 હજાર કરાશે. 5 લાખ રૂપિયાની આવક પર 3 હજારની ટેક્સમાં રાહત. એસએમઇ માટે ટર્ન ઓવર મર્યાદા 2 કરોડ કરવામાં આવી.

નાના ઉદ્યોગ કર્મીઓ માટે કોર્પોરેટ ટેક્ષ 29 ટકા કરાશે. ઇપીએફ અને પેન્શન યોજનામાં ટેક્ષની છુટ. નાના મકાન બનાવનારાઓને 100 ટકા ટેક્ષમાં રાહત. ઇન્કમ ટેક્ષ સ્લેબમાં કોઇ ફેરફાર નહીં. નિર્મયી સ્વાસ્થ્ય વિમા યોજના અંતર્ગત જનરલ ઇન્સ્યોરન્સ સ્કીમમાં સર્વિસ ટેક્ષમાં છુટ. અનલીસ્ટેડ કંપનીઓ માટે એલટીજીસી મર્યાદા ઘટાડીને 5 વર્ષ કરવામાં આવી. 10 લાખથી મોંઘી ગાડી પર 1 ટકો વધારે ટેક્ષ ચુકવવો પડશે. ઓપ્શન ટ્રેડિંગ માટે એસટીટી 0.05 ટકા વધારવામાં આવશે.

સાતમા પગાર પંચની ભલામણ માટે કમિટીની રચના કરાશે. 50 લાખથી ઓછી કિંમતના મકાન ખરીદી પર 50 હજાર સુધીની છુટ. ધનવાનો પર સરચાર્જ વધારીને 12થી 15 ટકા કરાયો. એક કરોડથી વધુ આવક ધરાવતા લોકો પર ટેક્ષ બોજ વધ્યો. દરેક પ્રકારની ગાડીઓ મોંઘી થઇ. સિગરેટ અને સિગાર મોંઘા. એસયુવી વ્હીકલ પર 4 ટકા ટેક્ષ વધ્યો. બીડી સિવાય તમામ તમાકુ ઉત્પાદનો મોંઘા બન્યા.

You might also like