અલાહાબાદ યુનિવર્સિટી બહાર બસપાના નેતાની ગોળી મારીને હત્યા

બહુજન સમાજ પાર્ટીના નેતા રાજેશ યાદવની સોમવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા બસપાના સમર્થકોએ મંગળવારે ઈન્ડિયન પ્રેસના ચાર રસ્તા પર રોડવેઝની એક બસને આગ લગાવી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, યાદવ પોતાના મિત્ર ડૉક્ટર મુકુલ સિંહની સાથે ફોર્ચ્યૂનર એસયૂવીથી અલાહાબાદ યુનિવર્સિટીની તારાચંદ હોસ્પિટલમાં કોઈની સાથે મુલાકાત કરવા માટે ગયા હતા.

રાત્રે લગભગ અઢી વાગ્યે હોસ્ટેલની બહાર તેમને કોઈની સાથે માથાકૂટ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતાં સામા પક્ષે યાદવને પેટમાં ગોળી મારી દીધી હતી. યાદવનું રાત્રે હોસ્પિટલમાં જ મૃત્યુ થયું હતું. યાદવના મોતના સમાચાર મળતા જ તેમના સમર્થકો ભેગા થઈ ગયા હતા અને રોઝવેઝની એક બસમાં આગ લગાવી દીધી હતી. ઉપરાંત સમર્થકોએ હોસ્પિટલમાં આગ લગાવી દીધી હતી.

You might also like