BSPHCLમાં ઘણી બધી Post માટે પડી છે VACANCY, જલ્દી કરો APPLY

બિહાર સ્ટેટ પાવર હોલ્ડિંગ કંપની લિમિટેડ (BSPHCL)માં ઘણી જગ્યાઓ માટે અરજી મંગાવામાં આવી છે. આ ભરતીમાં આસિસ્ટેન્ટ ઓપરેટર, જૂનિયર લાઇનમેન, ટેક્નિશિયન જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા ઇચ્છતા હો તો અંતિમ તારીખ પહેલા અરજી કરી શકો છો.

જગ્યાની માહિતી : આ ભરતીમાં કુલ 2050 ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જેમાં આસિસ્ટન્ટ ઓપરેટર પદ માટે 300, સ્વિચ બોર્ડ ઓપરેટર માટે 1000, જૂનિયર લાઇનમેન માટે 500, ટેકનિશિયન માટે 250 પદ આરક્ષિત છે.

પગાર : ઉમેદવારનો પે-સ્કેલ લેવલ-4 અને લેવલ-3ના આધારે કરાશે

યોગ્યતા : આ જગ્યા માટે ઉમેદવાર 10 પાસ તેમજ દરેક ફિલ્ડના આધારે ટેકનિકલ નોલેજ જેમ કે આઇટીઆઇ વગેરે હોવુ જરૂરી છે.

ઉંમર : 18 થી 37 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે

અરજી માટેની ફી : સામાન્ય, ઓબીસી વર્ગના ઉમેદવારે 1000 રૂપિયા, એસસી-એસટી અને દિવ્યાંગ ઉમેદવારે 250 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

અરજી કરવાની મહત્વપૂર્ણ તારીખ : 18 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીમાં કરી શકાશે અરજી

You might also like