JIOને ટક્કર આપશે BSNL, 2 રૂપિયાથી શરૂ થશે સૌથી સસ્તુ ટેરિફ

નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલ રિયાલયન્સ જીઓથી પણ સસ્તા ટેરિફ લઇને આવ્યું છે. કંપનીના અધિકારી પ્રમાણે આ પહેલી કંપની છે કે જે જિયોના આવ્યા બાદ આટલા સસ્તા ટેરિફ લઇને આવી છે. બીએસએનએલ જિયોના ફ્રી કોલિંગ પ્લાન સામે ટેરિફ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ વાત તો એ છે કે બીએસએનએલના પ્લાન માત્ર 4G હેન્ડસેટ માટે જ નહીં પરંતુ 3G અને  2G ગ્રાહકો માટે પણ લાગુ કરવામાં આવશે.

બીએસએનએલના મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે અમે માર્કેટમાં જીઓના પરર્ફોમન્સનું બારીકીથી ધ્યાન રાખી રહ્યાં છે. અમે પણ આગામી વર્ષે લાઇફ ટાઇમ ફ્રી વોઇસ કોલિંગનો પ્લાન બનાવી રહ્યાં છીએ. અમે માત્ર 2થી 4 રૂપિયાનો પ્લાન લાવીશું જે જીઓ કરતાં પણ સસ્તો હશે.

કંપની જાન્યુઓરીમાં 0 વોઇઝ ટેરિફ પ્લાન્ટ લોન્ચ કરશે. જેની શરૂઆતની કિંમત 149 રૂપિયા રહેશે. જે રિલાયન્સ જીઓથી પણ ઓછી છે. કંપનીના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આ પ્લાન બીએસએનએલના મોબાઇલ કસ્ટમર્સ કે જેમના ઘરે કંપનીનું બ્રોડબેન્ડ કનેક્શન છે. તેમના માટે પણ રહેશે. કંપની બ્રોડબેન્ડનો ઉપયોગ કરીને લેન્ડલાઇન નેટવર્ક દ્વારા આઉટગોઇંગ મોબાઇલ સર્વિસ પણ આપશે.

You might also like