રિલાયન્સ જિયો 4Gના દરેક ટેરિફની બરાબરી કરીશું: BSNL

નવી દિલ્હી: રિલાયન્સ જિયો 4G સર્વિસને ટક્કર આપવાના ઇરાદે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ હવે મેદાનમાં આવી ગઇ છે. બીએસએનએલનું માનીએ તો તે આગામી દિવસોમાં રિલાયન્સ જિયોની માફક ટેરિફ પ્લાન લાવશે. બીએસએનએલના મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેને જ મોટી જાહેરાત કરી છે.

4G નેટવર્કની દુનિયામાં ભારતમાં રિલાયન્સ જિયોની એન્ટ્રી બાદ બીજી ટેલિકોમ કંપનીઓએ પણ ડેટા પેક સસ્તા કરવા પડ્યા છે. તેમછતાં ટેરિફમાં વધુ ફેરફાર જોવા મળ્યા નથી.

1 રૂપિયાથી ઓછામાં પણ 1GB ડેટા
એવામાં ભારતીય સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે પોતાના બ્રોડબેંડ કસ્ટમર્સ માટે 1 રૂપિયાથી પણ ઓછા દરે 1GB ડેટા પ્લાન લોન્ચ કર્યો છે. હવે બીએસએનએલ રિલાયન્સ જિયોના ટેરિફ પ્લાનને ટક્કર આપવા માટે સંપૂર્ણપણે તૈયાર ચે. હવે રિલાયન્સ જિયોની સાથે ટેરિફ-દર-ટેરિફ મુકાબલો કરશે.

સસ્તા પ્લાન અને બરાબર
બીએસએનએલે આ જાણકારી આપવા માટે ટ્વિટ પણ કર્યું છે. કંપનીએ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર અનુપર શ્રીવાસ્તવે કહ્યું કે સવાલ અસ્તિત્વનો છે. અમારી પાસે રિલાયન્સ જિયોને ટક્કર આપવી છે તો પ્લાન સસ્તો અને બરાબર તો કરવા પડશે જ.


અનુપમના અનુસાર બજારમાં પહેલાંથી જ બીએસએનએલ માટે ફાયદાની વાત છે. કંપની લેંડલાઇનની સાથે ઓપ્ટિકલ ફાયબરમાં પણ કનેક્શન આપે છે એટલા માટે તેની પાસે બ્રોડબેંડ ટેરિફ પણ છે. એવામાં રિલાયન્સ જિયોની બરાબરા ટેરિફ પ્લાન આપવામાં કોઇ પ્રોબ્લમ નથી.

કુલ મળીને ફાયદો ગ્રાહકોને જ થવાનો છે. દરેક બાજુ ટેલિકોમ કંપનીઓ લૂંટી રહી છે. બીએસએનએલના રિલાયન્સ જિયોના જેટલા સસ્તા ટેરિફ લાવ્યા બાદ એરટેલ, આઇડિયા, વોડાફોન, સરીખી કંપનીઓને પણ પોતાના પ્લાનમાં ફેરફાર કરવા માટે મજબૂર થવું પડ્યું.

You might also like