BSNLના સરકારી ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ઝડપાયુંઃ પાંચની ધરપકડ

રાજ્યમાં અનેક જગ્યાએ હોટલ-ગેસ્ટ હાઉસમાં અથવા તો ઘરમાં કૂટણખાનાં ચાલતાં હોય છે, પરંતુ રાજકોટમાં સરકારી કચેરીના ગેસ્ટ હાઉસમાં સરકારી અધિકારી દ્વારા ચાવવામાં આવતા કૂટણખાનાનો પર્દાફાશ પ્રદ્યુમ્નનગર પોલીસે કર્યો છે.

પોલીસે રાજકોટના જ્યુબિલી ગાર્ડન સામે આવેલી બીએસએનએલ કચેરીના ગેસ્ટ હાઉસમાં ચાલતું કૂટણખાનું ઝડપી ગેસ્ટ હાઉસનું સંચાલન કરનાર કર્મચારી, તેની પત્ની, પુત્ર તેમજ બીએસએનએલના કલાસ-ર અધિકારી સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પ્રેમીયુગલને રૂમની અને એકલા આવનાર યુવાનને યુવતીની સુવિધા પૂરી પડાતી હતી. મળતી માહિતી મુજબ બીએસએનએલની કચેરીના ગેસ્ટ હાઉસમાં ગોરખધંધા ચાલતા હોવાની આઇબીને માહિતી મળી હતી, જેથી આઇબીએ આ અંગે રાજકોટ પોલીસને માહિતી આપતાં પ્રદ્યુમ્નનગર પોલીસને તપાસ કરવા આદેશ કરાયો હતો. તપાસમાં સરકારી કચેરીના ગેસ્ટ હાઉસમાં કૂટણખાનું ચાલતું હોવાનું બહાર આવતાં ગઈ કાલે પોલીસે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમ્યાન પોલીસે ગેસ્ટ હાઉસનું સંચાલન કરતા કર્મચારી હરેશ ભડિયાદરા, તેની પત્ની મીના ઉર્ફે મીનાક્ષી, પુત્ર ગૌરવ, બીએસએનએલના કલાસ-ર અધિકારી પરાગ મહેન્દ્રભાઇ ઠાકર તેમજ રંગરેલિયાં મનાવવા આવેલા સંજય સવાણી સહિત પાંચ શખ્સને ઝડપી લીધા હતા. ગેસ્ટ હાઉસમાંથી પાંચ યુવતી પણ મળી આવી હતી. પોલીસે ગેસ્ટ હાઉસના રૂમમાંથી કોન્ડોમ, દવા સહિતની સામગ્રી કબજે કરી છે.

divyesh

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

18 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

18 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

19 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

19 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

19 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

20 hours ago