યૂજર્સ શેર કરી શકશે એક પ્લાન, 50 રૂપિયામાં મળશે 20GB 3G ડેટા

નવી દિલ્હી: ભારતીય ટેલીકોમ કંપની બીએસએનએલે એક ખાસ 3G ઓફરની શરૂઆત કરી છે. તેના હેઠળ ફક્ત એક યૂજર્સ ઇન્ટરનેટ કનેક્શન લઇને પોતાના ચાર યૂજર્સ સાથે શેર કરી શકો છો.

એટલે કે જો તમે બીએસએનએલનું આ 3G પેક એક્ટિવ કરાવ્યું છે તો તમે તમારા મિત્રો કે સંબંધીઓના ચાર નંબર પર પણ આ પ્લાનને એક્ટિવ કરી શકો છો. તેમને અલગથી ઇન્ટરનેટ પ્લાન લેવાની જરૂર રહેશે નહી. હા. તેના માટે બધાની પાસે બીએસએનલનું કનેક્શન હોવું જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ડિજિટલ ઇન્ડીયા હેઠળ શરૂ કરવામાં આવેલી સ્કીમ છે. તેના માધ્યમથી ભારત સરકાર વધુમાં વધુ લોકો સુધી ઇન્ટરનેટ કનેક્શન પુરી પાડવાની તૈયારીમાં છે. જો આ સ્કીમ યોગ્ય રીતે ચાલે છે તો ફેમિલીની બધા લોકો અલગ-અલગ ઇન્ટરનેટ પેક લેવું નહી પડે. પરંતુ ઓછી કિંમતમાં વધુ ડેટા યૂઝ કરવા મળશે.

આ રીતે મેળવો આ ઓફર
– આ ઓફરને સબ્સક્રાઇબ કરવા માટે તમારે ઇન્ટરનેટની જરૂર પડશે.
– કંપનીની વેબસાઇટ પર જઇને સેફ કેર પોર્ટલ પર ક્લિક કરવું પડશે.
– અહીં તમારે મોબાઇલ નંબર સહિત પોતાની ડિટેલ્સ ભરવી પડશે.
– ત્યારબાદ અહીં તે ચાર બીએસએનએલ કસ્ટમર્સના મોબાઇલ નંબર એડ કરવા પડશે જેની સાથે તમે કનેક્શન શેર કરવા માંગો છો.
– એક્ટિવેટ થયા બાદ બધા યૂજર્સ 3G ઇન્ટરનેટ યૂજ કરી શકશે.
– જો તમારે રજિસ્ટર કર્યું છે તો બિલ તમારે બિલ ભરવું પડશે. જેને પણ રજિસ્ટર કરાવ્યું છે, બિલ તેના નામ પર આવશે.
– આ પ્લાન હેઠળ બધા યૂજર્સ 50 રૂપિયા આપીને 20GB ડેટા યૂજ કરી શકો છો.

You might also like