BSNL દ્વારા લોન્ચ કરાયો માત્ર 49 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગનો પ્લાન, જાણો વધુ

અમદાવાદ: BSNL દ્વારા હાલમાં જ એક નવો અનલિમિટેડ કોલિંગ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે BSNLએ લેન્ડલાઇનથી રવિવાર અને રાત્રિના સમયગાળમાં કરવામાં આવતા કોલને અનલિમિટેડ કોલનું માસિક ભાડું 99 રૂપિયાથી ઘટાડીને 49 કરી દીધું છે.

કંપનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડલાઇન સેવા તરફથી નવા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કંપનીએ આ એક્સ્પીરિયન્સ લેન્ડલાઇન 49 પ્લાન રજૂ કર્યો છે.

જણાવી દઈએ કે આ પહેલા BSNLએ પોતાના 3જી મોબાઇલ ઇન્ટરનેટ દરમાં શુક્રવારે લગભગ ત્રણ ચતુર્થાંસ ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ ઘટાડાથી કંપનીના 36 રૂપિયા સુધીની ઓછી કિંમતમાં એક વિશેષ પેકમાં એક જીબી ડેટાની ઓફર લાકો માટે રજૂ કરી હતી.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેણે બજારમાં ઉપલબ્દ હાલના ડેટા એસટીવી પર ચાર ગણા વધારે ડેટાની રજૂઆત કરવાનો નિર્યણ કર્યો છે.

You might also like