આ કંપની માત્ર 2.51 રૂપિયામાં આપી રહી છે 1GB ડેટા

રિલાયન્સ જિયોના ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ બાદ શરૂ થયેલી ટેલિકોમ વૉર પૂરી થવાનું નામ નથી લઇ રહી. અવારનવાર ટેલિકોમ કંપનીઓ નવા ડેટા પ્લાન અને અનલિમિટેડ કૉલિંગ વાળા પ્લન્સ લૉન્ચ કરતી હોય છે. આ દરમિયાન એરટેલ, જિયો, વોડાફોન અને ઇડિયાને ટક્કર આપવા માટે BSNLએ પોતાના પ્રી-પેડ યુઝર્સ માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે.

BSNLના આ ડેટા ‘સુનામી પેક’ની કિંમત માત્ર 98 રૂપિયા છે. આ પ્લાન હેઠળ 2.51 રૂપિયામાં 1GB ડેટા મળી રહ્યો છે એટલે કે 98 રૂપિયામાં કુલ 39GB ડેટા આપી રહી છે જે જિયોના પ્લાન કરતા પણ સસ્તો છે. જિયોના 149 રૂપિયાના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા મળે છે. એટલે કે 1GB ડેટા માટે તમારે 3.51 રૂપિયા ખર્ચવા પડે છે.

BSNLના પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવી રહ્યો છે અને તેની વેલિડિટી 26 દિવસોની રહેશે. કંપનીનો આ પ્લાન દેશભરના તમામ સર્કલોમાં એક્ટિવ થઇ ગયો છે. જો કે કંપનીના આ પ્લાનમાં તમને ફક્ત ડેટાનો લાભ જ મળશે તમે તેમા અનલિમિટેડ કૉલિંગની સુવિધા નહી મેળવી શકો. જ્યારે જિયો અને એરટેલના 149 રૂપિયાના પ્લાનમાં તમને અનલિમિટેડ કૉલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

આ સાથે જ કંપનીએ 118 રૂપિયાનો પણ એક પ્લાન લૉન્ચ કર્યો છે. જેમાં તમને 28 દિવસની વેલિડિટી સાથે અનલિમિટેડ કૉલિંગની સુવિધા તો આપવામાં આવી રહી છે પરંતુ સાથે જ તમને 28 દિવસ સુધી દરરોજ 1GB ડેટા પણ આપવામાં આવી રહ્યો છે.

You might also like