આવતા વર્ષથી BSNL આપશે લાઇફટાઇમ FREE કોલિંગ, અને બીજી પણ જોરદાર ઓફર

નવી દિલ્લી: રિલાયન્સ જીઓની ફ્રી ઓફરને લઈને હેરાઈન થયેલી ટેલિકોમ કંપનીઓ પણ જોરદાર ઓફરો લાવી રહી છે. હવે બીએસએનએલ એક જોરદાર ઓફર તમારા માટે લઈને આવી રહ્યું છે. દેશની ટોચની ટેલીકોમ કંપની બીએસએનએલ જલદી જ તમને લાઇફટાઈમ ફ્રી વોઇસ કોલિંગ સેવા આપવા જઈ રહ્યું છે.

એક રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બરના અંતમાં બીએસએનએલ ફ્રી લાઇફટાઇમ વોઇસ કોલિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. આ સેવા હેઢળ બીએસએનએસ યુઝર્સ ફ્રી વોઇસ કોલિંગ માટે ફ્રી ડેટા પણ મેળવી શકશે. કંપની આ ઓફર 2017માં આપી શકે છે. આ આફરનો ફાયદો એ હશે કે 4જી યુઝર્સ સિવાય 2જી અને 3જી યુઝર્સ પણ એનો ફાયદો ઉઠાવી શકશે. લોકો રિલાયન્સ જીયોને વધારે સારી ગણી રહ્યો છે કેમ કે રિલાયન્સ જીયો ફ્રી સેવા માત્ર 4જી યુઝર્સ જ વાપરી શકે છે. જ્યારે કે બીએસએનએલની આ ફ્રી વોઇસ કોલિંગ સેવાનો ઉપયોગ 2જી અને 3જી યુઝર્સ પણ કરી શકશે.

સરકારી ટેલીકોમ કંપની બીએસએનએલે હાલમાં જ ફ્રીડમ પ્લાન લોન્ચ કર્યો છે જેના હેઠળ યુઝર્સને 136 રૂપિયામાં 2 વર્ષ માટે લોકલ અને એસટીડી કોલ માટે 25 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડે છે. આ સાથે તેઓને 1 જીબી ડેટા પણ ફ્રી મળે છે.

BSNL Wi-Fi
બીએસએનએલ પોતાના મૈસુર પેલેસ પાસે Wi-Fi હોટ સ્પોટ ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે, જ્યાર પછી યુઝર્સને ઈઝી બ્રાઉઝિંગ અને હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળશે. બીએસએનએલ સતત નવી નવી સ્કીમી લાવીને પોતાને બહેતર બનાવવામાં લાગી ગયું છે. જેથી પ્રાઇવે ટેલીકોમ કંપનીઓનો સામનો કરી શકે.

You might also like