કચ્છના દરિયાકાંઠેથી બે બિનવારસી પાકિસ્તાનની બોટ મળતા ચકચાર

અમદાવાદ: કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી બિનવારસી પાકિસ્તાનની બે બોટ મળી આવતા સુરક્ષા એજન્સીએ સતર્ક થઈ ગઈ છે અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મળતી માહિતી મુજબ કચ્છના હરામીનાળા સરહદી વિસ્તારમાં બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે દરિયામાં બે બિનવારસી બોટ જોવા મળી હતી.
જવાનોએ બોટની તપાસ કરતા બંને બોટ પાકિસ્તાનની હોવાનું જણાતા તુરત જ સુરક્ષા એજન્સીને જાણ કરી હતી.

છેલ્લા ઘણા સમય દરમિયાન હરામીનાળા વિસ્તારમાંથી વારેવારે પાકિસ્તાનની બોટ માછીમારો સાથે અથવા બિનવારસી હાલતમાં મળી આવવાની ઘટનાઓ બની રહી છે જે ચિંતાજનક છે ત્યારે ફરીવાર પાકિસ્તાનની બે બોટ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ બોટના માછીમારો કે પછી અન્ય શખ્સો કયા ગયા ? તે અંગે તર્ક વિતર્ક થઈ રહ્યા છે એક તરફ દેશમાં આઈએસનો ભાંગફોડ કરવા માટે ડોળો છે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે તેવા સમયે પાકિસ્તાનની બે બિનવારસી બોટ મળવાથી સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે.

You might also like