બીએસએફના જવાનો રામદેવની પતંજલિ પ્રોડક્ટનો ઉપયોગ કરશે

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવની એફએમસીજી કંપની પતંજલિની પ્રોડક્ટનો હવે બીએસએફના જવાનો પણ ઉપયોગ કરશે. હવે પતંજલિની પ્રોડક્ટ બીએસએફના કેમ્પમાં પણ ઉપલબ્ધ બનશે. બીએસએફ વાઈવ્ઝ વેલ્ફેર એસોસિયેશન (બીડબ્લ્યુડબ્લ્યુએ)એ આ વખતે પતંજલિ આયુર્વેદ લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે.

આ એમઓયુ હેઠળ દેશભરમાં બીએસએફના સંકુલમાં પતંજલિની દુકાનો ખોલવામાં આવશે. દેશભરમાં બીએસએફ સંકુલમાં એક ડઝનથી વધુ પતંજલિ સ્ટોર્સ ખૂલી જશે. આવી પ્રથમ દુકાન દિલ્હીમાં ખોલવામાં આવી છે. તેમનું ઉદ્ઘાટન બીડબ્લ્યુડબ્લ્યુએના અધ્યક્ષ અને બીએસએફના ડાયરેક્ટર જનરલ કે. કે. શર્માનાં પત્ની રેણુ શર્માએ કર્યું હતું.
બીએસએફએ એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે સમજૂતી હેઠળ બીએસએફના કર્મચારીઓ અને તેમનાં પરિવારજનોને પતંજલિની પ્રોડક્ટ ખરીદવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ માટે ૧૫ થી ૨૮ ટકા ડિસ્કાઉન્ટ મળશે.

પતંજલિના સ્ટોર્સ અમદાવાદ સહિત અગરતલા, તેકાનપુર (ગ્વાલિયર), ગુવાહાટી, જોધપુર, સિલિગુડી, જાલંધર, કોલકાતા, જમ્મુ, બેંગલુરુ, સિલ્ચર, હજારીબાગ અને ઈન્દોરમાં ખોલવામાં આવશે. રામદેવનો પતંજલિ ફૂટપાર્ક અનેક પ્રકારની એફએમસીજી પ્રોડક્ટ બનાવે છે. તેની સાથે તે ચ્યવનપ્રાશ, મસાલા, ઘી અને અન્ય પ્રોડક્ટ
બનાવે છે.

હ‌િરદ્વારમાં પતંજલિ ફૂડપાર્કની અર્ધલશ્કરી દળ સીઆઈએસએફ દ્વારા સુરક્ષા કરવામાં આવે છે. આ ઉપરાંત સીઆરપીએફના જવાનો પણ રામદેવની વીઆઈપી સુરક્ષામાં તહેનાત છે. ગઈ સાલ બીએસએફના ૨૦૦૦ જવાનો અને અધિકારીઓને ઉત્તરાખંડના હરિદ્વારમાં રામદેવની પતંજલિ ઈન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ બીએસએફના કર્મચારીઓ માટે યોગ ફરજિયાત કરવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like