પાક. ફાયરિંગમાં અરણિયા સેકટરમાં એક જવાન શહીદ

શ્રીનગર : પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બહાર નહી આવે. આજે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સરહદ પર યુધ્ધ વિરામનો ભંગ કર્યો છે. જમ્મુના અરણિયા સેકટરમાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે. પાકિસ્તાન દ્વારા સતત બીજા દિવસે સરહદ પર યુધ્ધ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાને કરેલા ફાયરિંગનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. આ અગાઉ ગુરૂવારે પાકિસ્તાન રેન્જર્સે અખનૂર અને પૂંછ સેકટર પાસે યુધ્ધ વિરામનો ભંગ કરતાં ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગ બીએસએફના બે જવાન સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા.

You might also like