બીએસએફ જવાન ગુરનામ સિંહ શહીદ પાક. રેન્જરન્સના ગોળીબારમાં થયા હતા ઇજાગ્રસ્ત

જમ્મુ : પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અનેક સેકટરોમાં છેલ્લા ઘણા સમયથી વારંવાર યુધ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલ ફાયરિંગમાં બીએસએફના જવાન ગુરનામ સિંહ ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલગુરનામ સિંહનું સારવાર દરમિયાન શહીદ થયા છે. બીએસએફના કોન્સ્ટેબલ ગુરનામ સિંહે પાકિસ્તાનની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર બીએસએફના જવાનનો જમ્મુની સરકારી મેડિકલ કોલેજમાં ઇલાજ ચાલતો હતો. ઉલ્લેખનીય છે કે ગુરનામસિંહ 21 તારીખે પાકિસ્તાન દ્વારા કરાયેલા ફાયરિંગમાં ઇજાગ્રસ્ત થયા હતા. પાકિસ્તાન દ્વારા કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી હતી. શહીદ જવાનના પિતા કુલબીર સિંહે જણાવ્યું હતું કે મારો દિકરો ઘણો બહાદુર હતો, તે દેશ માટે શહીદ થયો છે. તેની શહાદતથી અમારો પરીવાર ઘણો ખુશ છે. તેમણે કહ્યું કે મોદી સરકારને અમારી અપીલ છે કે આપણે પાકિસ્તાન સાથે યુધ્ધ કરવું જોઇએ.

ઉલ્લેખનીય છે ઘણા છેલ્લા કેટલા સમયથી પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદ પર સીઝફાયરનું સતત ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ભારત તરફથી કરવામાં આવેલ જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. બીએસએફના જણાવ્યા અનુસાર એક આતંકી તેમજ સાત પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા છે. જ્યારે અન્ય પાંચ પાકિસ્તાની રેન્જર્સ ઘાયલ થયા છે.

You might also like