રામગઠ સેક્ટરમાં સેનાને મળી આંતરરાષ્ટ્રી બોર્ડર પર સુરંગ, BSF કરી તપાસ તેજ

જમ્મુઃ સીમા સુરક્ષાદળના જવાનોને સાંબા બોર્ડ પર એક ગુપ્ત સુરંગ પ્રાપ્ત થઇ છે. આ સુરંગ રામગઠ સેક્ટરમાંથી પ્રાપ્ત થઇ છે. આ સુરંગનું પાકિસ્તાન સાથે કનેક્શન છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કશ્મીરના સાંબા સ્થિત રામગઢ સેક્ટરમાં બીએસએફની એક સુરંગ મળી છે. પ્રાથમિક રિપોર્ટ અનુસાર આ સુરંગ આંતરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલી છે. માનવામાં આવી રહ્યું છે કે ઘુસણખોરોએ ભારતમાં પ્રવેશ કરવા માટે આ સુરંગ બનાવી હશે.

BSFની ટીમ સુરંગની તપાસ કરી રહી છે. આજે સવારે બાંદીપુરામાં હાજિનમાં સુરક્ષા દળ અને આતંકવાદિયો વચ્ચે ઘર્ષણ થયું હતું. એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો હયો છે. જ્યારે ત્રણ ભારતીય જવાન શહિદ થયા છે. વર્ષ 2017માં અત્યાર સુધી પાકિસ્તાન તરફથી અનેક વખત ધુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરીએ કુલાગમમાં આતંકી હુમલો થયો હતો. જેમાં બે જવાન શહિદ થયા હતા. જ્યારે જવાબી કામગીરીમાં 4 આતંકિઓને મારી નાખવામાં આવ્યા હતા. 3 ફેબ્રુઆરીએ પુલવા જિલ્લામાં લશ્કર એ તૈયબાના એક સ્થાનિક આતંકવાદીની ધરપકડ કરવામાં આવી છે.

http://sambhaavnews.com/

You might also like