શેરબજારમાં શુષ્ક શરૂઆત

અમદાવાદ: ઓગસ્ટ સિરીઝના પ્રથમ દિવસે તથા સપ્તાહના અંતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવાઇ હતી. બેન્કિંગ શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાયું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૮૨ પોઇન્ટના ઘટાડે ૨૮,૧૨૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮ પોઇન્ટના ઘટાડે ૮,૬૫૦ પોઇન્ટની સપાટીની સપાટી તોડી નીચે ૮,૬૪૮ની સપાટીએએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. જોકે ઓટોમોબાઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી બજારોમાં જોવા મળેલી નકારાત્મક ચાલના પગલે સ્થાનિક બજારમાં પણ તેની અસર જોવા મળી છે. આજે મોટા ભાગનાં એશિયાઇ બજારો રેડ ઝોનમાં ખૂલ્યાં હતાં. હેંગસેંગ શેરબજાર ઇન્ડેક્સ ૧૮૨ પોઇન્ટ, જ્યારે તાઇવાન શેરબજાર ઇન્ડેક્સ ૬૭ પોઇન્ટ તૂટ્યો હતો. જ્યારે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ, કોસ્પી ઇન્ડેક્સ અને શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સ પણ રેડ ઝોનમાં જોવાયાં હતાં.

આ શેરમાં સુધારો નોંધાયો
એક્સિસ બેન્ક       ૧.૧૯ ટકા
લ્યુપિન                ૧.૦૮ ટકા
બજાજ ઓટો        ૧.૦૬ ટકા
ટાટા સ્ટીલ           ૦.૮૩ ટકા
સન ફાર્મા             ૦.૬૩ ટકા

You might also like