શેરબજારમાં શુષ્ક ચાલ, એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સમાં સાધારણ ૫૪ પોઇન્ટના સુધારો નોંધાઇ ૩૨,૩૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૧ પોઇન્ટના સુધારે ૧૦,૦૭૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આજે શરૂઆતે મેટલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ઓઇલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવાઇ હતી.

મેટલ સેક્ટરની અગ્રણી કંપનીઓ જેવી કે હિંદાલ્કો, ટાટા સ્ટીલ અને વેદાન્તા કંપનીના શેરમાં ૧.૪૦ ટકાથી ચાર ટકાનો ઉછાળો નોંધાયો હતો, જ્યારે ડો. રેડ્ડીઝ લેબ્સ, એનટીપીસી અને કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.૭૦થી ૦.૮૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં નાણાકીય પ્રવાહિતા ઊંચી છે. આ જોતાં મોટા ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે.

એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં
આજે એશિયાઈ શેરબજાર રેડ ઝોનમાં જોવા મળ્યાં હતાં. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ ૬૪ પોઈન્ટ ઘટીને ૧૯,૯૯૨ના સ્તરે જોવા મળ્યો હતો, જ્યારે સિંગાપોરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ઈન્ડેક્સ, દક્ષિણ કોરિયાનો કોસ્પી શેરબજાર ઈન્ડેક્સ અને ચીનનો શાંઘાઈ શેરબજાર ઈન્ડેક્સ પ્રેશરમાં જોવા મળ્યા હતા.

નિફ્ટીના આ શેર સુધર્યા
ટાટા સ્ટીલ ૪.૨૦ ટકા
ઈન્ડિયન ઓઈલ કોર્પો. ૨.૯૨ ટકા
એસબીઆઈ ૧.૯૫ ટકા
ભારત પેટ્રોલિયમ ૧.૮૯ ટકા
અદાણી પોર્ટ ૧.૮૭ ટકા

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
ભારતી ઈન્ફ્રાટેલ ૨.૧૪ ટકા
એનટીપીસી ૧.૬૪ ટકા
ઈન્ફોસિસ ૧.૫૮ ટકા
ડો.રેડ્ડીઝ લેબ્સ ૧.૪૬ ટકા
ટાટા મોટર્સ ૧.૨૯ ટકા

You might also like