ડિસેમ્બરનાં સળંગ સાત સેશનમાં સેન્સેક્સ ૯૦૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં વેચવાલી રહી છે. તો બીજી બાજુ વૈશ્વિક અને સ્થાનિક મોરચે કોઇ પોઝિટિવ ટ્રિગર નહીં હોવાના કારણે શેરબજારમાં સતત ઘટાડો નોંધાયો છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોની સતત વેચવાલીએ ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધી સળંગ સાત સેશનમાં શેરબજારમાં ઘટાડો જોવાયો છે. અત્યાર સુધી સેન્સેક્સમાં ૯૭૮ પોઇન્ટનો ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે આજે પણ સેન્સેક્સ અને નિફ્ટી શરૂઆતે ૦.૨૫ ટકાના ઘટાડે ખૂલી હતી. બીએસઇ સેન્સેક્સમાં ૧૧૮ પોઇન્ટના ઘટાડે ૨૫,૧૯૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૭ પોઇન્ટના ઘટાડે ૭,૬૬૪ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.

મેટલ, ટેલિકોમ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, રિયલ્ટી, આઇટી અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર્સમાં વેચવાલી નોંધાતાં બજારમાં પ્રેશર જોવાયું હતું. વિદેશી સંસ્થાગત રોકાણકારોએ નવી ખરીદી અટકાવતાં તેની અસર પણ જોવાઇ હતી. બીજી બાજુ એફએમસીજી અને પીએસયુ બેન્કના શેર્સમાં સાધારણ ખરીદી નોંધાઇ હતી. નિફ્ટીએ ૭,૬૯૦ની સપાટી તોડી નીચે ૭,૬૬૪ની સપાટીએ ટ્રેડિંગમાં હતી.

આજે શરૂઆતે ડો. રેડ્ડીઝ, ભારતી એરટેલ, વેદાન્તા, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદાલ્કો જેવી હેવીવેઇટ કંપનીના શેર્સમાં ૧.૫ ટકાથી ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટીસી, યસ બેન્ક, બેન્ક ઓફ બરોડા, સન ફાર્મા, ટાટા મોટર્સ જેવી અગ્રણી કંપનીના શેર્સમાં ૧.૮ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.

ડિસેમ્બર મહિનામાં સેન્સેક્સની ચાલ
તારીખ              સેન્સેક્સનો બંધ આંક
૧-૧૨-૨૦૧૫             ૨૬,૧૬૯.૪૧
૨-૧૨-૨૦૧૫             ૨૬,૧૧૭.૮૫
૩-૧૨-૨૦૧૫             ૨૫,૮૮૬.૬૨
૪-૧૨-૨૦૧૫            ૨૫,૬૩૮.૧૧
૭-૧૨-૨૦૧૫            ૨૫,૫૩૦.૧૧
૮-૧૨-૨૦૧૫              ૨૫,૩૧૦.૩૩
૯-૧૨-૨૦૧૫              ૨૫,૧૯૧
(આજનો શરૂઆતનો આંક)

You might also like