સપ્તાહમાં અફરાતફરી બાદ અંતે રાહતઃ સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: પાછલાં ચાર સેશનમાં સેન્સેક્સમાં જોવા મળેલા ૧૩૦૦ પોઇન્ટના ઘટાડા બાદ આજે શરૂઆતે સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૧૨ પોઇન્ટના ઉછાળે ૨૫,૦૬૪ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૦ પોઇન્ટના સુધારે ૭,૬૨૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ છે. એશિયાનાં બજારમાં જોવા મળેલા સુધારાની સકારાત્મક ચાલ સ્થાનિક શેરબજાર ઉપર જોવા મળી હતી.

આજે શરૂઆતે ઘટાડે બેન્કિંગ, ઓટો અને ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેર્સમાં જોરદાર ખરીદી નોંધાઇ હતી. દરમિયાન નીચા મથાળે ખરીદી નોંધાતાં સેન્સેક્સે ૨૫,૦૦૦ની સપાટી ક્રોસ કરી હતી, જ્યારે નિફ્ટી ૭,૬૦૦ની સપાટી ક્રોસ કરી સુધર્યો હતો. પીએસયુ બેન્કના શેર્સમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે રિયલ્ટી સેક્ટરના સ્ટોક્સમાં ૦.૬૪ ટકાનો સુધારો જોવાયો હતો. આજે શરૂઆતે ટાટા સ્ટીલ કંપનીના શેર્સમાં ૨.૨૦ ટકા, ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં ૨.૦૭ ટકા, યસ બેન્કના શેર્સમાં ૨.૦૩ ટકા, જ્યારે એક્સિસ બેન્કના શેર્સમાં ૨.૦૨ ટકાની તેજી જોવા મળી હતી તો બીજી બાજુ કોલ ઇન્ડિયા કંપનીના શેર્સમાં ૦.૫૭ ટકા, આઇડિયા કંપનીનાે શેર ૦.૩૭ ટકા તૂટ્યાે હતાે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનના શેરબજારમાં જોવા મળેલી અનિશ્ચિતતાની અસરે સ્થાનિક બજારમાં પણ અફરાતફરી જોવા મળી રહી છે, જેના કારણે ફ્રન્ટ લાઇન સ્ટોક્સમાં પણ તેની અસર જોવા મળી રહી છે.

રિલાયન્સમાં ૧.૨૦ ટકાનો સુધારો
રિલાયન્સના શેરમાં ૧.૨૩ ટકાનો સુધારો નોંધાઈ ૧૦૨૪.૨૦ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો છે. આમ, રિલાયન્સના શેરમાં મજબૂત આગેકૂચ જારી રહેલી જોવા મળી છે.

You might also like