ત્રણ દિવસમાં સેન્સેક્સ ૬૦૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદ: આજે પણ શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. ચીનનાં આર્થિક ડેટા નબળા આવવાના કારણે તેની ચિંતા હજુ પણ બજારને સતાવી રહી છે અને તેને કારણે તેની સ્થાનિક બજાર ઉપર અસર જોવા મળી રહી છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૬૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૫૧૧ પોઇન્ટ જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના ઘટાડે ૭૭૬૧ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. દરમિયાન મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં ઘટાડે ખરીદી નોંધાઇ છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કિંગ સેક્ટરના સ્ટોક્સમાં જોવા મળેલા ઘટાડાની ચિંતા બજારમાં જોવા મળી રહી છે. બીજી બાજુ મેટલ સ્ટોક્સમાં સાધારણ સુધારો નોંધાયો છે. આજે શરૂઆતે ટાટા પાવર કંપનીના શેરમાં ૧.૪૪ ટકા, આઇટીસી કંપનીના શેરમાં ૦.૮૮ ટકાનો ઘટાડો જોવાયો હતો. ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેન્કના શેરમાં નરમાઇ તરફી ચાલ જોવાઇ હતી તો બીજી બાજુ સિપ્લા, સન ફાર્મા કંપનીના શેરમાં ૦.૩૦ ટકાનાે સુધારો નોંધાયો છે.

ચીન ઈફેક્ટ સ્ટીલ, ટાયર સ્ટોક્સમાં વધુ જોવાશે
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનના આર્થિક ડેટા નબળા આવવાને કારણે સ્થાનિક ટાયર કંપનીઓ અને સ્ટીલની કંપનીઓને સૌથી વધુ અસર જોવાઈ શકે છે તથા આ કંપનીઓની બેલેન્સશીટ પણ નબળી પાડી શકે છે.

નારાયણ હૃદયાલયના IPOમાં પણ ૨૭ ટકા રિટર્ન
આજે આ કંપનીનું લિસ્ટિંગ થયું હતું. કંપનીએ ૨૫૦ના ભાવે શેર ઈશ્યૂ કર્યો હતો. ૨૭ ટકાથી વધુ રિટર્ન છૂટ્યું હતું. શરૂઆતે શેર ૩૨૦ના મથાળે ટ્રેડિંગમાં જોવાયો હતો.

બેન્ક શેરમાં ઘટાડો
એક્સિસ બેન્ક                 ૦.૩૨ ટકા
ICICI બેન્ક                   ૦.૮૨ ટકા
ઇન્ડસઇન્ડ બેન્ક             ૦.૬૭ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક         ૦.૮૫ ટકા
પંજાબ નેશનલ બેન્ક     ૦.૩૬ ટકા
યસ બેન્ક                       ૦.૨૧ ટકા

You might also like