શેરબજારમાં ફેબ્રુઆરી સિરીઝની સકારાત્મક શરૂઆત

અમદાવાદ: એશિયાઇ બજારોમાં જોવા મળેલી સકારાત્મક ચાલ તથા ક્રૂડમાં નોંધાયેલા સુધારાની અસરે આજે ફેબ્રુઆરી સિરીઝની સકારાત્મક શરૂઆત થઇ હતી. બીએસઇ સેન્સેક્સ ૧૩૯ પોઇન્ટના સુધારી ૨૪,૬૦૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૯ પોઇન્ટના સુધારે ૭,૪૫૦ પોઇન્ટની ઉપર ૭,૪૭૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. સ્મોલકેપ અને મિડકેપ સેક્ટરમાં અનુક્મે ૦.૨૭ ટકા અને ૦.૩૨ ટકાનો સુધારો નોંધાયો હતો.

જોકે બેન્ક નિફ્ટી, પીએસયુ બેન્ક સેક્ટર શરૂઆતે રેડ ઝોનમાં જોવાયું હતું. બીજી બાજુ એફએમસીજી, મેટલ, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં શરૂઆતે એક ટકાનો સુધારો નોંધાયો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કના નબળા પરિણામની અસરે આ બેન્કના સ્ટોક્સમાં ૩.૯૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે એક્સિસ બેન્કના સ્ટોકમાં ૨.૭૩ ટકા, મારુતિ સુઝુકી કંપનીના સ્ટોક્સમાં ૨.૨૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ કોલ ઇન્ડિયામાં ૨.૮૮ ટકા, સન ફાર્મામાં ૨.૮૩ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના સ્ટોક્સમાં ૨.૧૯ ટકાનો સુધારો જોવાયો હતો.

You might also like