શેરબજાર વધુ તૂટ્યુંઃ સેન્સેક્સમાં ૨૫૦ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ તૂટતાંની સાથે એશિયાઈ બજારોના પ્રેશર વચ્ચે આજે શરૂઆતે સ્થાનિક શેરબજાર પણ વધુ તૂટ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૨૫૪ પોઈન્ટના ઘટાડો ૨૪,૨૮૪ જ્યારે એનએસઈ નિફ્ટી ૮૦ પોઈન્ટના ઘટાડે ૭,૩૭૪ની સપાટીએ ખૂલી હતી. નિફ્ટીએ શરૂઆતે ૭૪૦૦ની સપાટી તોડી વધુ નીચે જોવાઈ હતી. નિફ્ટીમાં માત્ર ૩ શેર્સ સુધારે જોવાયા હતા. જ્યારે બાકીના ૪૭ શેર્સમાં ઘટાડો નોંધાયો હતો.

આજે શરૂઆતે બેન્ક નિફટીમાં ૧.૪૬ ટકા, પીએસયુ બેન્કના શેર્સમાં ૨.૧૪ ટકા, રિયલ્ટી સેક્ટરમાં ૧.૭૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. એ જ પ્રમાણે ઈન્ફ્રાસ્ટ્રકચર, ફાયનાન્શિયલ સેકટરના શેર્સ પણ પ્રેશરમાં જોવા મળ્યા છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક, આઈડિયા સેલ્યુલર, બેન્ક ઓફ બરોડા, એસબીઆઈ, ભેલના શેર્સમાં બે ટકાથી ૨.૨૫ ટકા સુધારો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ સન ફાર્મા, બજાજ ઓટો, હિન્દુસ્તાન યુનિલીવર કંપનીના શેર્સમાં સકારાત્મક ચાલ જોવાઈ હતી.

કયા શેરમાં ગાબડાં પડ્યાં
ભેલ                               ૩ ટકા
ઓએનજીસી                 ૨.૫૬ ટકા
આઈસીઆઈસીઆઈ    ૨.૪૦ ટકા
એસબીઆઈ                 ૨.૧૮ ટકા
ટાટા મોટર્સ                  ૨.૦૬ ટકા
લાર્સન એન્ડ ટુબ્રો         ૧.૮૪ ટકા

You might also like