Categories: Business

આગામી સપ્તાહે ફેડની બેઠક પૂર્વે શેરબજારમાં પ્રેશર

અમદાવાદ: આગામી ૧૫-૧૬ ડિસેમ્બરે યુએસ ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક છે, જેમાં વ્યાજદર વધી શકે છે તેવી મજબૂત શક્યતાઓ પાછળ સ્થાનિક બજારમાં પ્રેશર જોવાયું છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૨૦૨, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮ પોઇન્ટના ઘટાડે ૭,૬૬૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાયો છે. આજે શરૂઆતે ઓટોમોબાઇલ, બેન્ક, કેપિટલ ગુડ્સ, એફએમસીજી સેક્ટરના શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. ટાટા સ્ટલ, ઇન્ફોસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદાલ્કો, ગેઇલ અને ક્રેઇન ઇન્ડિયા કંપનીના શેર્સમાં ૦.૫૦ ટકા સુધીનો શરૂઆતે સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ આઇટીસી, વિપ્રો, કોલ ઇન્ડિયા, એનટીપીસી, કોટક મહિન્દ્રા બેન્ક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેર્સમાં પ્રેશર જોવાયું હતું.

જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં વિદેશી રોકાણકારોએ નવી ખરીદી અટકાવી છે તો બીજી બાજુ આઇપીઓ બજારમાં આવેલી તેજીની અસર પણ સેકન્ડરી માર્કેટમાં જોવા મળી રહી છે. વૈશ્વિક મોરચે જોવા મળેલી અનિશ્ચિતતાની અસરે સ્થાનિક બજારમાં પ્રેશર જોવા મળી રહ્યું છે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

14 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

15 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

15 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

16 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

16 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

16 hours ago