શેરબજાર પોઝિટિવ ખૂલ્યું, રિયલ્ટી શેરમાં આગેકૂચ

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર પોઝિટિવ ખૂલ્યું હતું. બીએસઇ સન્સેક્સ ૬૬ પોઇન્ટને સુધારે ૨૯,૯૮૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૯ પોઇન્ટના સુધારે ૯,૩૩૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટો સેક્ટરના સારા વેચાણની અસરથી આજે પણ ઓટો કંપનીના શેરમાં આગેકૂચ જારી રહી છે. બજાજ ઓટો કંપનીના શેરમાં ૦.૯૬ ટકાનો સુધારો આવ્યો છે. એ જ પ્રમાણે એનટીપીસી અને લાર્સન કંપનીના શેરમાં ૦.૮૦ ટકાનો સુધારો નોંધાયો છે. તો બીજી બાજુ આઇટીસી, મારુતિ સુઝુકી અને સન ફાર્મા કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ગઇ કાલથી શરૂ થયેલી બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય બજારોમાં સાવધાનીપૂર્વકની ચાલ જોવાઇ છે તેની અસર સ્થાનિક મોરચે પણ નોંધાઇ છે. શેરબજારમાં સુધારે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે.

રિયલ્ટી શેરમાં આગેકૂચ
ડીએલએફ ૧.૯૩ ટકા
ગોદરેજ પ્રોપર્ટી ૫.૭૨ ટકા
ઓબેરોય રિયલ્ટી ૧.૩૩ ટકા
પ્રેસ્ટિજ એસ્ટેટ ૨.૦૩ ટકા
શોભા ૦.૯૯ ટકા
ઓમેક્સ ૦.૨૩ ટકા
ડીબી રિયલ્ટી ૧.૦૩ ટકા

આજે આ શેરમાં ઘટાડો જોવાયો
કંપનીનું નામ ટકાવારીમાં
ઘટાડો
સન ફાર્મા ૦.૮૦ ટકા
મારુતિ સુઝુકી ૦.૪૧ ટકા
આઇટીસી ૦.૨૯ ટકા
એચડીએફસી ૦.૨૨ ટકા
ICICI બેન્ક ૦.૧૬ ટકા
ટીસીએસ ૦.૧૧ ટકા
એક્સિસ બેન્ક ૦.૦૩ ટકા
http://sambhaavnews.com/

You might also like