સેન્સેક્સ ૧૫૦ પોઈન્ટ ઊછળ્યોઃ ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૭૧ પોઇન્ટના સુધારે ૨૬,૮૯૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૦ પોઇન્ટના સુધારે ૮,૨૫૦ની સપાટી ક્રોસ કરી ૮,૨૮૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઉછાળો નોંધાયો હતો. ઓએનજીસી કંપનીના શેરમાં ૧.૭૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો. ટાટા મોટર્સ અને આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૩૦ ટકા સુધીનો સુધારો નોંધાયો હતો તો બીજી બાજુ વિપ્રો અને આઇટીસી કંપનીના શેરમાં વેચવાલી જોવાઇ હતી.

બેન્ક નિફ્ટી પણ ૯૦ પોઇન્ટ અપ જોવા મળી હતી. આજે શરૂઆતે ૬૦૧ શેરમાં સકારાત્મક ચાલ નોંધાઇ હતી તો બીજી બાજુ ૧૫૪ શેર રેડ ઝોનમાં ટ્રેડિંગમાં જોવાયા હતા. ગુરુવારે આઇટી સેક્ટરની અગ્રણી ટીસીએસ જ્યારે શુક્રવારે ઇન્ફોસિસ કંપનીનાં પરિણામ આવનાર છે. બજારની નજર તેના ઉપર ટકેલી છે.

રૂપિયામાં અફરાતફરીઃ શરૂઆતે ૧૩ પૈસા મજબૂત ૬૮.૦૮ની સપાટીએ ખૂલ્યો
આજે ડોલર સામે રૂપિયો ૧૩ પૈસા મજબૂત ૬૮.૦૮ની સપાટીએ ખૂલ્યો હતો. રૂપિયામાં ઝડપથી વધ-ઘટ નોંધાતી જોવા મળી હતી. ગઈ કાલે છેલ્લે ડોલર સામે રૂપિયો ૬૮.૨૧ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો.

શુગર શેરમાં આગેકૂચ જારી
પોની શુગર ૭.૯૮ ટકા
ઓધ શુગર ૫.૫૫ ટકા
દ્વારકેશ શુગર ૩.૫૫ ટકા
શક્તિ શુગર ૩.૪૯ ટકા
ધામપુર શુગર ૨.૪૨ ટકા
રાજશ્રી શુગર ૨.૫૫ ટકા
http://sambhaavnews.com/

You might also like