શેરબજારમાં શુષ્ક ચાલ: ઓઈલ એન્ડ ગેસ-મેટલ શેરમાં વેચવાલી

અમદાવાદ: શેરબજારમાં શુષ્ક ચાલ નોંધાતી જોવા મળી હતી. ગઇ કાલે સેન્સેક્સમાં ૨૮૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયા બાદ આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦ પોઇન્ટના સુધારે ૩૩,૦૪૩, જ્યારે એનએસઇ નિફ્ટી પાંચ પોઇન્ટના ઘટાડે ૧૦,૨૧૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓઇલ એન્ડ ગેસ, મેટલ, આઇટી, કેપિટલ ગુડ્સ સેક્ટરની કંપનીના શેરમાં વેચવાલી નોંધાતી જોવા મળી હતી.જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં ખરીદી જોવા મળી હતી. આ ઇન્ડેક્સમાં ૦.૨૦ ટકાથી ૦.૩૦ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો. બેન્ક નિફ્ટી ૦.૧૫ ટકાનો સુધારો નોંધાઇ ૨૫,૪૦૦ની સપાટીએ પહોંચી ગઇ હતી.

આજે શરૂઆતે સન ફાર્મા, કોલ ઇન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના શેરમાં ૦.૮૦ ટકાથી ૨.૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો, જોકે એનટીપીસી, લ્યુપિન, સિપ્લા, મારુતિ સુઝુકી કંપનીના શેરમાં એક ટકાથી બે ટકાનો સુધારો જોવાયો હતો.

આ શેરમાં સુધારો
એનટીપીસી ૧.૧૬ ટકા
ભારતી એરટેલ ૧.૧૪ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૯૫ ટકા

આ શેરમાં ઘટાડો
કોલ ઈન્ડિયા ૧.૪૧ ટકા
લાર્સન ૧.૨૯ ટકા
ટીસીએસ ૦.૮૮ ટકા

બ્રેન્ટ ક્રૂડ ૬૩ની સપાટીએ
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ૬૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે. દરમિયાન ક્રૂડ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકને આગામી વર્ષ ૨૦૪૦ સુધી ક્રૂડની માગમાં ઘટાડો થવાની સંભાવના ઓછી છે.

You might also like