શરૂઆતમાં સેન્સેક્સ રપ૦ પોઇન્ટ તૂટ્યોઃ નિફટી ૯૦પ૦ નીચે

નવી દિલ્હી: એશિયાઇ માર્કેટમાં થયેલા તીવ્ર ઘટાડાની અસર ડોમેસ્ટિક શેરબજારમાં પણ જોવા મળી છે. આજે ડોમેસ્ટિક શેરબજાર તીવ્ર ઘટાડા સાથે ખૂલ્યાં હતાં. આજે બજાર ખૂલતાંની સાથે જ સેન્સેક્સમાં રપ૦ પોઇન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેકસ રપ૦ પોઇન્ટ ગબડીને ર૯,ર૧૪ની સપાટીએ આવી ગયો હતો. નિફટી પણ ગબડીને ૯૦૪૦ની નીચે આવી ગઇ હતી.

શરૂઆતના ટ્રેડિંગમાં શેરબજારમાં ચારે બાજુ ઘટાડો જોવા મળ્યો હતો. તમામ સેક્ટરના ઇન્ડેક્સ ગગડતા જોવા મળ્યા હતા. સૌથી વધુ ઘટાડો મેટલ સેક્ટર ઇન્ડેકસમાં જોવા મળ્યો હતો. ઇન્ડેક્સ એક ટકાથી વધુ તૂટ્યો હતો. બેન્કિંગ સેક્ટર, એફએમસીજી ઇન્ડેક્સમાં પણ એક ટકા ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટીમાં સામેલ ૪પ શેરમાં પણ ઘટાડો નોંધાયો હતો, તેમાંથી ર૮ શેર એવા છે, જેમાં નોંધાયેલો ઘટાડો નિફટીથી પણ વધુ છે. હિન્દાલ્કો અને એમએન્ડએમ બે ટકાથી વધુ તૂટ્યા છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક, ટાટા મોટર્સ અને ડો.રેડ્ડીઝમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે, જોકે સોનામાં શરૂઆતમાં તેજી જોવા મળી હતી. સોનામાં ૩પ૭ના વધારા સાથે ર૮,૮૬રની સપાટી જોવાઇ હતી. પાછળથી સોનું તૂટ્યું હતું. અહેવાલો અનુસાર ગ્લોબલ માર્કેટના સંકેતોને જોઇ રોકાણકારોએ શરૂઆતના ટ્રેડિંગમાં પ્રોફિટ બુકિંગ કરતાં બજાર તૂટ્યું હતું.

એશિયાઇ બજારમાં પણ આજે જોરદાર કડાકો જોવા મળ્યો હતો. નિક્કી ૪૦૦ પોઇન્ટ તૂટીને ટ્રેડ કરી રહ્યો છે અને એસજીએક્સ નિફટીમાં ૦.૮ ટકાની કમજોરી નજરે આવી રહી છે. સ્ટેટસ ટાઇમ્સ, હેંગસેંગ અને તાઇવાનના બજારમાં એક ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like