શેરબજાર પ્રેશરમાંઃ સેન્સેક્સમાં ૨૦૦ પોઈન્ટનું ગાબડું પડ્યું

અમદાવાદ: આજે શરૂઆતે જ શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૨૩૫.૧૩ પોઇન્ટના ઘટાડે ૨૭,૮૫૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૭ પોઇન્ટા ઘટાડે ૮,૬૨૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ખાસ કરીને બેન્કિંગ સ્ટોક્સમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે શરૂઆતે એક્સિસ બેન્કના શેરમાં ૬.૫૦ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૯૦ ટકાનો ઘટાડો જોવાયો હતો. ટાટા મોટર્સ કંપનીના શેરમાં પણ ૧.૭૦ ટકાનું ગાબડું પડ્યું હતું. આઇટીસી, એસબીઆઇ, વિપ્રો, એચડીએફસી કંપનીના શેરમાં પણ ૦.૮૦ ટકાથી ૧.૧૦ ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો. તો બીજી બાજુ ભારતી એરટેલ, હીરો મોટો કોર્પ અને લ્યુપિન કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ત્રણ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

બેન્ક નિફ્ટીમાં પણ ૧.૨ ટકાનો ઘટાડો નોંધાઇ ૧૯,૬૦૦ના લેવલે ટ્રેડિંગમાં જોવાઇ છે. બેન્ક, એફએમસીજી, આઇટી, ઓટો અને ફાર્મા સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે, જ્યારે મેટલ અને રિયલ્ટી ઈન્ડેક્સમાં સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે.

બેન્ક શેરમાં ગાબડાં
એક્સિસ બેન્ક      ૦.૬૭ ટકા
એસબીઆઈ        ૦.૮૨ ટકા
પીએનબી           ૦.૯૨ ટકા
ICICI બેન્ક         ૧.૯૫ ટકા
બેન્ક ઓફ બરોડા  ૦.૨૬ ટકા

You might also like