બેન્ક-આઈટી શેર પ્રેશરમાંઃ શેરબજારમાં સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ગ્રીન ઝોનમાં ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૪.૨ પોઇન્ટના સુધારે ૨૮,૨૯૫, જ્યારે એનએસઇ ૧૬ પોઇન્ટના સુધારે ૮,૭૬૦ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી, જોકે બેન્ક અને આઇટી સ્ટોક્સ પ્રેશરમાં જોવા મળ્યા હતા. આજે શરૂઆતે રિલાયન્સ કંપનીના શેર ૧.૫૩ ટકાના સુધારે ૧૧૦૬ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ગેઇલ અને એચયુએલ કંપનીના શેરમાં પણ એક ટકાનો સુધારો જોવાયો હતો. તો બીજી બાજુ કોલ ઇન્ડિયા, ઇન્ફોસિસ અને એક્સિસ બેન્કના શેરમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો ઘટાડો જોવાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે યુએસ ફેડરલ દ્વારા વ્યાજદર ડિસેમ્બરમાં વધી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ ડોલરમાં મજબૂતાઇ જોવા મળી છે અને શેરબજાર પ્રેશરમાં જોવા મળ્યું છે.

ક્રૂડ ૫૧ ડોલરને પાર
અમેરિકામાં ક્રૂડના ભંડાર ઓછા થયા હોવાના બહાર આવેલા ડેટાએ વૈશ્વિક ક્રૂડના ભાવમાં ખૂબ જ ઝડપથી ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડે ૫૧ ડોલર પ્રતિબેરલની સપાટી પાર કરી દીધી છે.

You might also like