આઈટી શેરમાં ઘટાડાથી શેરબજાર વધુ ઘટ્યું

અમદાવાદ: આજે પણ શરૂઆતે આઇટી શેરમાં વધુ ઘટાડો નોંધાયો હતો, જેના પગલે શેરબજારમાં વધુ પ્રેશર જોવા મળ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૬ પોઇન્ટના ઘટાડે ૩૧,૧૭૨, જ્યારે એનએસઇ નિફ્ટી આઠ પોઇન્ટના ઘટાડે ૯,૬૩૯ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

બેન્કિંગ, ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાર્માસ્યુટિકલ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઇન્ફોસિસ, ગેઇલ, વિપ્રો, આઇસીઆઇસીઆઇ બેન્ક, એસબીઆઇ, અદાણી પોર્ટ્સ, લ્યુપિન, ડો.રેડ્ડીઝ લેબ્સ, એચડીએફસી કંપનીના શેરમાં ૦.૬૦ ટકાથી ૨.૩૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે રિલાયન્સ કંપનીના શેરમાં ૧.૨૧ ટકાનો આજે શરૂઆતે સુધારો નોંધાયો હતો. હિંદુસ્તાન યુનિલિવર અને ભેલ કંપનીના શેરમાં પણ ૦.૭૦ ટકાથી ૦.૮૦ ટકા સુધીનો સુધારો જોવાયો હતો.બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બજારમાં નાણાકીય પ્રવાહિતા હાલ ઊંચી જોવા મળી છે, જેથી મોટા ઘટાડાની શક્યતા ખૂબ ઓછી છે.

ક્રૂડમાં સુસ્તી
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. નાયમેક્સ ક્રૂડ ૦.૧ ટકાના મામૂલી ઘટાડે ૪૫.૬ ડોલરની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી રહ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ ૦.૧ ટકાનો ઘટાડો નોંધાઇ ૪૭.૮ ડોલરની સપાટીએ નોંધાયું છે.

રૂપિયો ૬૪.૨૭ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયો છ પૈસા નરમ ૬૪.૨૭ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૨૧ની સપાટીએ બંધ થયો હતો.

આઈટી શેરમાં ગાબડાં
ટીસીએસ – ૦.૭૭ ટકા
ઈન્ફોસિસ – ૨.૬૦ ટકા
વિપ્રો – ૧.૨૯ ટકા
ટેક મહિન્દ્રા – ૧.૧૮ ટકા
માઇન્ડ ટ્રી – ૧.૦૬ ટકા
પર્સિસ્ટન્ટ – ૧.૭૮ ટકા
એમ્ફેસિસ – ૦.૯૮ ટકા
http://sambhaavnews.com/

You might also like