બેન્ક-ઓટો શેરની આગેવાનીએ શેરબજારમાં ભારે વેચવાલી

અમદાવાદ: આજે સપ્તાહના ટ્રેડિંગના પ્રથમ દિવસે શેરબજારમાં ભારે વેચવાલી જોવાઇ હતી. આવતી કાલથી શરૂ થઇ રહેલ બે દિવસીય યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે તથા વિદેશી શેરબજારોમાં જોવા મળેલ ભારે વેચવાલીની અસરે સ્થાનિક બજારમાં પણ વેચવાલી નોંધાઇ હતી, જેમાં બેન્કિંગ, ઓટોમોબાઇલ અને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૮૧ પોઇન્ટના ઘટાડે ૨૬,૩૫૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૭૮ પોઇન્ટના ઘટાડે ૮૧૦૦ની સપાટી તોડી નીચે ૮૦૯૧ના મથાળે ટ્રેડિંગમાં જોવાઇ હતી.

નિફ્ટીના ૪૬ શેર રેડ ઝોનમાં જોવાયા હતા, જેમાં આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૨.૭૧ ટકા, એસબીઆઇના શેરમાં ૨.૪૮ ટકા, હિંદાલ્કોના શેરમાં ૨.૪૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ નિફ્ટીમાં ડો. રેડ્ડીઝ લેબ્સ, ટાટા પાવર કંપનીના શેરમાં ૦.૬૬ ટકાનો સુધારો જોવાયો હતો.

બેન્ક, ઓટો, મેટલ સહિત એફએમસીજી, આઇટી, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં ભારે વેચવાલી જોવાઇ હતી. બેન્ક નિફ્ટીમાં એક ટકાનો ઘટાડો નોંધાઇ ૧૭,૬૪૦ની સપાટીએ ટ્રેડિંગમાં નોંધાઇ હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટર પણ ૦.૬૦ ટકાથી ૦.૭૫ ટકા તૂટ્યા હતા.

શેરબજારમાં ઘટાડાનું કારણ
• આવતી કાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે અનિશ્ચિતતા
• એશિયાઈ બજારોમાં જોવાયેલો કડાકો
• યુરો ઝોનમાં બ્રિટન રહેશે કે નહીં તે અંગેનો ૨૩ જૂનનો જનમત સંગ્રહ
• વિદેશી રોકાણકારો દ્વારા બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ

બેન્ક શેર રેડ ઝોનમાં
આઈસીઆઈસીઆઈ      ૨.૪૩ ટકા
એસબીઆઈ                   ૧.૯૯ ટકા
એચડીએફસી બેન્ક         ૦.૧૫ ટકા
એક્સિસ બેન્ક                 ૧.૭૬ ટકા
બેન્ક ઓફ બરોડા            ૨.૦૧ ટકા

You might also like