બેન્ક નિફ્ટીએ નવી ઊંચાઈ બનાવીઃ શેરબજાર ડાઉન

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર પ્રેશરમાં જોવા મળ્યું હતું. વૈશ્વિક બજારમાં જોવા મળેલા ઘટાડા તથા ઉપલા મથાળે નોંધાયેલી વેચવાલીના પગલે બીએસઇ સેન્સક્સ ૧૩૩ પોઇન્ટના ઘટાડે ૨૯,૯૯૨ પોઇન્ટની સપાટીએ જ્યારે નિફ્ટી ૩૨ પોઇન્ટના ઘટાડે ૯,૩૨૭ પોઇન્ટની સપાટીએ ખૂલી હતી.

ઓટોમોબાઇલ, મેટલ અને કેિપટલ ગુડ્સ સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી, જોકે આજે શરૂઆતે બેન્ક નિફ્ટીએ નવી ૨૨,૮૫૩ની ઊંચાઇ બનાવી હતી. આજે શરૂઆતે ઓએનજીસી કંપનીના શેરમાં બે ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તથા એચડીએફસી કંપનીના શેરમાં ૦.૮૦ ટકાથી એક ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાનો સુધારો જોવાયો હતો. કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં પણ એક ટકાનો ઉછાળો આવ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે બેન્કોમાં એનપીએ ઘટાડવા માટેના વટહુકમને રાષ્ટ્રપતિએ મંજૂરી આપતાં તેની અસરથી બેન્ક નિફ્ટીમાં શરૂઆતે ઉછાળો આવ્યો હતો. મોટા ભાગની નાની અને મધ્યમ કદની બેન્કોને સરકારની એનપીએ ઘટાડવાની આ નીતિના કારણે ફાયદો થશે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ બેન્કોના શેરમાં પાછલાં કેટલાંક સેશનથી સુધારાની ચાલ નોંધાતી જોવા મળી હતી.

મેટલ શેર પીગળ્યા
ટાટા સ્ટીલ – ૧.૧૭ ટકા
સેઈલ – ૦.૨૪ ટકા
હિન્દાલ્કો – ૨.૯૯ ટકા
હિંદુસ્તાન ઝિંક – ૨.૧૭ ટકા
એમએમડીસી – ૧.૨૯ ટકા
નેશનલ એલ્યુમિનિયમ – ૦.૭૪ ટકા
જિન્દાલ સ્ટીલ – ૨.૨૨ ટકા
http://sambhaavnews.com/

You might also like