સેન્સેક્સમાં ૧૭૦ પોઈન્ટનો સુધારો નોંધાયો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બેન્ક શેરની આગેવાનીએ શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૭૪ પોઇન્ટના સુધારે ૨૭,૪૧૦, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૩ પોઇન્ટના સુધારે ૮,૪૫૦ પોઇન્ટની સપાટી ક્રોસ કરી ૮,૪૫૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૧૮ ટકા, એચડીએફસી કંપનીના શેરમાં ૧.૦૯ ટકા, જ્યારે એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૦.૮૨ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ બજાજ ઓટો કંપનીના શેરમાં ૦.૫૭ ટકા, કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં ૦.૫૫ ટકા, જ્યારે ડો. રેડ્ડીઝ લેબ્સ કંપનીના શેરમાં ૦.૪૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ૧૭૬ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હતો. ઓટોમોબાઇલ, મેટલ કંપનીના શેરમાં પણ નીચા મથાળે લેવાલી નોંધાતા આ સેક્ટરની કંપનીના શેરમાં મજબૂત ચાલ નોંધાઇ હતી.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જીએસટી જુલાઇ મહિનામાં અમલી બનવાના આશાવાદે તથા આગામી સામાન્ય બજેટમાં સરકાર રાહત આપી શકે છે તેવા આશાવાદે બજારમાં ઉછાળો નોંધાયો હતો.

ઓટો કંપનીના શેર અપ
ટાટા મોટર્સ ૦.૬૬ ટકા
મારુતિ સુઝુકી ૦.૫૮ ટકા
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૪૩ ટકા
હીરો મોટો કોર્પ. ૦.૫૨ ટકા
આઈશર મોટર્સ ૧.૦૭ ટકા

You might also like