બેન્ક શેરમાં સકારાત્મક ચાલે સેન્સેક્સ ૧૩૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: આજે મોટા ભાગનાં એશિયાઇ બજારો ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. સ્થાનિક બજારમાં પણ નીચા મથાળે ઘટાડે લેવાલી આવતી જોવાઇ હતી. ખાસ કરીને બેન્કિંગ સ્ટોક્સમાં ઉછાળો નોંધાયો હતો. ઓટો શેરમાં પણ સુધારાની ચાલ જોવાઇ હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફેડની બેઠકમાં હાલ વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ શેરબજારમાં ઉછાળો નોંધાયો હતો. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૦ પોઇન્ટના સુધારે ૨૬,૫૨૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૮ પોઇન્ટના સુધારે ૮,૧૪૭ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

દાણી પોર્ટ, ભારતી એરટેલ, એસબીઆઇ, એનટીપીસી, ભેલ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી એક ટકાનો ઉછાળો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, ડો. રેડ્ડીઝ અને ટીસીએસ કંપનીના શેરમાં પ્રોફિટ બુકિંગ જોવાયું હતું.

આજે બેન્ક શેરમાં જોવાયેલો સુધારો
પંજાબ નેશનલ બેન્ક        ૨.૧૨ ટકા
એસબીઆઇ                     ૧.૧૩ ટકા
બેન્ક ઓફ બરોડા             ૦.૪૭ ટકા
ICICI બેન્ક                     ૦.૫૫ ટકા
એક્સિસ બેન્ક                  ૦.૩૨ ટકા

You might also like