નિફ્ટીએ ૮,૩૦૦ની સપાટી વટાવી

અમદાવાદ: વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા સુધારા તથા નીચા મથાળે વિદેશી સંસ્થાગત રોકાણકારોની લેવાલીને પગલે આજે પણ શેરબજાર શરૂઆતે સુધારે ખૂલ્યું હતું. નિફ્ટી ૨૯ પોઇન્ટને સુધારે શરૂઆતે જ ૮,૩૦૦ની સપાટી ક્રોસ કરી ૮,૩૦૩ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટોમોબાઇલ અને બેન્ક શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી. તો બીજી બાજુ આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેર પ્રેશરમાં જોવાયા હતા.

વૈશ્વિક ક્રૂડના ભાવમાં જોવાયેલા સુધારાના પગલે ઓએનજીસી કંપનીના શેરમાં ૧.૭૩ ટકાનો સુધારો જોવાયો હતો. એ જ પ્રમાણે ગેઇલ કંપનીના શેરમાં પણ મજબૂત ટ્રેન્ડ નોંધાયો હતો. હીરો મોટો કોર્પ, ટાટા મોટર્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, સન ફાર્મા કંપનીના શેરમાં શરૂઆતે એક ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ આઇટી શેર પ્રેશરમાં જોવાયા હતા. અમેરિકા આઇટી કંપની માટેની વિઝા નીતિમાં બદલાવ કરી શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આઇટી શેર તૂટ્યા હતા.

આઈટી શેર તૂટ્યા
ટીસીએસ ૧.૬૯ ટકા
ઈન્ફોસિસ ૧.૩૬ ટકા
વિપ્રો ૦.૩૫ ટકા
એચસીએલ ટેક્નો. ૧.૮૦ ટકા
એપ્ટેક ૨.૧૧ ટકા
એનઆઈઆઈટી ટેક્નો. ૦.૮૩ ટકા
ક્વિક હિલ ટેક્નો. ૧.૨૫ ટકા
http://sambhaavnews.com/

You might also like