બેન્ક શેર અપઃ આઈટી શેર ડાઉન

અમદાવાદ: શેરબજાર આજે સાધારણ સુધારે ખૂલ્યું હતું. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૫૧ પોઇન્ટના સુધારે ૨૬.૪૫૪, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮ પોઇન્ટના સુધારે ૮૧૧૧ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી. ખાસ કરીને બેન્ક શેરમાં સુધારાની ચાલ નોંધાઇ હતી. તો બીજી બાજુ આજે પણ આઇટી શેર પ્રેશરમાં જોવાયા હતા.

આજે શરૂઆતે ભારતી એરટેલ કંપનીના શેરમાં એક ટકાનો સુધારો જોવાયો હતો. લ્યુપિન અને હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૦.૮૦થી ૦.૯૦ ટકાનો ઉછાળો જોવાયો હતો. તો બીજી બાજુ ટાટા મોટર્સ, વિપ્રો અને ઇન્ફોસિસ કંપનીના શેર આજે પણ તૂટ્યા હતા. આમ, આજે શરૂઆતે નિફ્ટીએ ૮૧૦૦ની સપાટી ક્રોસ કરી હતી.

બેન્ક શેર અપ
એસબીઆઈ                     ૦.૧૪ ટકા
પંજાબ નેશનલ બેન્ક        ૦.૭૭ ટકા
યસ બેન્ક                          ૦.૭૨ ટકા
એક્સિસ બેન્ક                   ૦.૧૫ ટકા
બેન્ક ઓફ બરોડા             ૦.૧૦ ટકા

આઈટી શેર ડાઉન
ઈન્ફોસિસ                     – ૦.૭૫ ટકા
ટીસીએસ                      – ૦.૨૨ ટકા
વિપ્રો                            – ૦.૯૪ ટકા
એમ્ફેસિસ                     – ૧.૩૩ ટકા
એચસીએલ ટેક્નો.       – ૦.૪૬ ટકા

You might also like