ઓટોમોબાઈલ કંપનીના શેરની ગાડી દોડી

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સુધારે ખૂલ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૮૯ પોઈન્ટના સુધારે ૨૮,૫૧૩ જ્યારે એનએસઈ નિફ્ટી ૧૭ પોઈન્ટના સુધારે ૮૭૯૧ પોઈન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. ઓટોમોબાઈલ અને બેન્ક શેરમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી હતી, જોકે ટેલિકોમ કંપનીના શેરમાં વધુ ગાબડાં પડ્યાં હતાં. બેન્ક નિફ્ટી ૮૩ પોઈન્ટનો સુધારો નોંધાઈ ૧૯,૮૭૨ની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઈ હતી.

આજે શરૂઆતે મેટલ, ઓઈલ એન્ડ ગેસ, ટેકનોલોજી કંપનીના શેરમાં નરમાઈની ચાલ નોંધાઈ હતી. કોલ ઈન્ડિયા કંપનીના શેરમાં ૧.૩૫ ટકા, રિલાયન્સ કંપનીના શેરમાં ૦.૮૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો તો બીજી બાજુ ટાટા મોટર્સ કંપનીના શેરમાં ૧.૨૮ ટકા, એચડીએફસી કંપનીના શેરમાં ૧.૦૮ ટકાનો સુધારો નોંધાયો હતો.

શેરબજારોના જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં નિફ્ટી ૮૮૦૦ ઉપર ટકવું હાલ મુશ્કેલરૂપ થઈ રહ્યું છે. બજારમાં હાલ ક્યાકને ક્યાંક અનિશ્ચિતકતાભર્યું સેન્ટિમેન્ટ જોવાઈ રહ્યું છે.

ઓટો કંપનીના શેર અપ
ટાટા મોટર્સ                    ૧.૧૫ ટકા
મારુતિ સુઝુકી                ૦.૧૧ ટકા
બજાજા ઓટો                 ૦.૩૫ ટકા
મ‌િહન્દ્રા એન્ડ મહિન્દ્રા     ૦.૯૭ ટકા

ટેલિકોમ કંપનીના શેર વધુ તૂટ્યા
ભારતી એરટેલ           ૦.૩૨ ટકા
આઈડિયા                   ૨.૮૧ ટકા
રિલાયન્સ કોમ્યુ.         ૨.૩૪ ટકા

You might also like