આવતી કાલે બ્રેક્ઝિટનો જનમતઃ શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી

અમદાવાદ: આવતી કાલે બ્રેક્ઝિટના જનમત પૂર્વે વિદેશી બજારોમાં જોવા મળેલા સાધારણ સુધારાની અસરથી સ્થાનિક શેરબજારમાં પણ શુષ્ક ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. ત્યાર બાદ નીચા મથાળે લેવાલી આવતાં બજારમાં સુધારાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૯ પોઇન્ટના સુધારે ૨૬,૮૬૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૨ પોઇન્ટના સુધારે ૮,૨૩૨ પોઇન્ટના સુધારે ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્કિંગ સેક્ટરના શેરમાં ફરી એક વખત ઘટાડે સપોર્ટ મળ્યો હતો. મેટલ સેક્ટરમાં ૦.૫ ટકા, ઓટો સેક્ટરમાં ૦.૩ ટકા, એફએમસીજી સેક્ટરમાં ૦.૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ રિયલ્ટી સેક્ટરના શેરમાં એક ટકાનો ઉછાળો નોંધાયો હતો.

ફાર્માસ્યુટિકલ અને મીડિયા સેક્ટરની કંપનીઓમાં પણ સુધારાની ચાલ નોંધાઇ હતી. બેન્ક નિફ્ટીમાં ૦.૪ ટકાનો સુધારો નોંધાયો હતો. ટેક્સટાઇલ પોલિસીની જાહેરાતના પગલે આજે ટેક્સટાઇલ કંપનીઓના શેરમાં સુધારો જોવાયો હતો.

ટેક્સટાઈલ કંપનીના શેરમાં ઉછાળો
અરવિંદ                 ૨.૧૩ ટકા
બોમ્બે ડાઈંગ         ૦.૬૨ ટકા
રેમન્ડ                    ૦.૬૧ ટકા
સેન્ચુરી એન્કા        ૦.૭૪ ટકા
બોમ્બે રેયોન         ૪.૯૦ ટકા

You might also like