શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજારમાં ઓલરાઉન્ડ વેચવાલી જોવા મળી હતી. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી તંગદિલીના પગલે વૈશ્વિક શેરબજારોમાં પેનિક સેલિંગ જોવા મળ્યું છે, જ્યારે સ્થાનિક શેરબજાર પણ તૂટ્યું છે. શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૮૨ પોઇન્ટના ઘટાડે ૩૧,૬૨૭, જ્યારે એનએસઇ નિફ્ટી ૫૪ પોઇન્ટના ઘટાડે ૯,૮૯૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ ૧૨૭ પોઇન્ટ તૂટી હતી. ઓટો, મેટલ, ફાર્મા, ઓઇલ એન્ડ ગેસ સેક્ટર સહિત તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં ઘટાડાની ચાલ નોંધાઇ છે.

એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે જસ્ટ ડાયલ કંપનીમાં રોકાણ હિસ્સો વધારતા આ કંપનીના શેરમાં ૫.૭૧ ટકાનો ઉછાળો નોંધાઇ આ શેર રૂ. ૩૯૯ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. એ જ પ્રમાણે હિંદુસ્તાન યુનિલિવર, એનટીપીસી અને એશિયન પેઇન્ટ્સ કંપનીના શેરમાં ૦.૩૨ ટકાથી ૦.૫૫ ટકાનો સુધારો નોંધાયો છે. તો બીજી બાજુ સન ફાર્મા, અદાણી પોર્ટ્સ કંપનીના શેરમાં બે ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ વેચવાલી નોંધાઇ હતી. મિડકેપ ઇન્ડેક્સમાં ૦.૫૦ ટકા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બેન્ક શેર રેડ ઝોનમાં
એસબીઆઈ ૦.૫૨ ટકા
પીએનબી ૦.૯૧ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૫૪ ટકા
એક્સિસ બેન્ક ૦.૫૪ ટકા
ICICI બેન્ક ૦.૬૭ ટકા
ઈન્ડસ ઈન્ડ બેન્ક ૦.૪૯ ટકા

નિફ્ટીના આ શેરમાં ઘટાડો
સન ફાર્મા ૨.૪૭ ટકા
ભારત પેટ્રોલિયમ ૧.૩૨ ટકા
ડો.રેડ્ડીઝ લેબ્સ ૧.૧૮ ટકા
વેદાન્તા ૧.૧૩ ટકા
હિંદાલ્કો ૧.૦૩ ટકા

You might also like