ફાર્માસ્યુટિકલ કંપનીના શેરના સુધારે શેરબજારમાં ઘટાડો અટક્યો

અમદાવાદ: ગઇ કાલે સેન્સેક્સમાં ૩૬૩ પોઇન્ટના કડાકા બાદ આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૯૩ પોઇન્ટના સુધારે ૩૧,૮૦૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના સુધારે ૯,૮૫૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ ઘટાડે ખરીદી જોવા મળી હતી.

આજે શરૂઆતે ફાર્માસ્યુટિકલ, બેન્કિંગ, એફએમસીજી, આઇટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર સેક્ટરના શેરમાં લેવાલી જોવાઇ હતી. આઇટીસી સહિત, લ્યુપિન, સન ફાર્મા કંપનીના શેરમાં ૧.૧૦થી ૧.૩૫ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ઓએનજીસી, હિંદુસ્તાન યુનિલિવર અને ઇન્ફોસિસ કંપનીના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી. કેપિટલ ગુડ્સ સેક્ટર ઇન્ડેક્સ પ્રેશરમાં જોવાયો હતો.

ઓરબિન્દો ફાર્મા કંપનીની દવાને યુએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશને મંજૂરી આપતાં આ કંપનીના શેરમાં શરૂઆતે ૭.૫ ટકાનો ઉછાળો નોંધાયો હતો.

આઈટીસી કંપનીનો શેર સાધારણ સુધર્યો
આજે શરૂઆતે સિગારેટ બનાવતી કંપની આઇટીસીના શેરમાં સાધારણ સુધારો નોંધાયો છે. આ શેરમાં ૦.૯૫ ટકાનો સુધારો નોંધાઇ શેર શરૂઆતે ૨૮૭ના મથાળે ટ્રેડિંગમાં જોવા મળ્યો હતો. ગઈ કાલે છેલ્લે કંપનીનો શેર રૂ. ૨૮૪.૬૦ના મથાળે બંધ જોવાયો હતો.

ફાર્માસ્યુટિકલ કંપનીના શેરમાં સુધારો
લ્યુપિન ૧.૨૨ ટકા
સન ફાર્મા ૧.૨૦ ટકા
ડો. રેડ્ડીઝ લેબ્સ ૦.૭૫ ટકા
સિપ્લા ૦.૫૯ ટકા

રૂપિયો ૬૪.૩૫ની સપાટીએ ખૂલ્યો
આજે શરૂઆતે ડોલર સામે રૂપિયાે ત્રણ પૈસા નરમ ૬૪.૩૫ની સપાટીએ ખૂલ્યો હતો. ગઇ કાલે છેલ્લે રૂપિયો ૬૪.૩૨ની સપાટીએ બંધ જોવાયો હતો.
http://sambhaavnews.com/

You might also like