રિલાયન્સની આગેવાનીએ શેરબજારમાં આગેકૂચ

અમદાવાદ: રિલાયન્સના ચોથા ત્રિમાસિક ગાળાનાં અપેક્ષા કરતાં આવેલાં સારાં પરિણામ તથા વૈશ્વિક સકારાત્મક પરિબળો વચ્ચે આજે શરૂઆતે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૧૬૧ પોઇન્ટના સુધારે ૨૯,૮૧૬, જ્યારે એનએસઇ નિફ્ટી ૪૬ પોઇન્ટના સુધારે ૯,૨૬૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. બેન્ક નિફ્ટી પણ
૮૦ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૨૧,૯૩૭ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવાઇ હતી.

દરમિયાન રિલાયન્સનાં પરિણામની અસરથી આજે શરૂઆતે આ કંપનીના શેરમાં બે ટકા ઉછાળો નોંધાયો હતો. આ શેર શરૂઆતે રૂ. ૧,૪૪૭ના મથાળે ટ્રેડિંગમાં હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના શેરમાં ૧.૯૮ ટકા, વિપ્રો કંપનીના શેરમાં ૧.૧૦ ટકા, જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં એક ટકા ઉછાળો નોંધાયો હતો. બીજી બાજુ આઇટીસીના શેરમાં ૦.૫૪ ટકા, ગેલના શેરમાં ૦.૨૮ ટકા, જ્યારે મારુતિ સુઝુકીના શેરમાં ૦.૨૩ ટકાનો ઘટાડો નોંધાતો જોવા મળ્યો હતો.

આજે શરૂઆતે બેન્ક સહિત ફાર્માસ્યુટિકલ, ઓટોમોબાઇલ, આઇટી અને રિયલ્ટી સેક્ટરના શેરમાં સુધારાની ચાલ જોવા મળી હતી. મિડકેપ ઇન્ડેક્સમાં પણ ૦.૭ ટકા, જ્યારે સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ ૦.૬ ટકાનો ઉછાળો જોવાયો હતો. ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઇન્ડેક્સમાં પણ ૦.૭ ટકાનો સુધારો નોંધાયો હતો.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ફ્રાન્સના રાષ્ટ્રપતિપદની ચૂંટણીનાં પરિણામો, અમેરિકા ટેક્સના રેટમાં ઘટાડો કરે તેવા આશાવાદ તથા રિલાયન્સ કંપનીનાં અપેક્ષા કરતાં સારાં પરિણામની અસરથી શેરબજાર ઉપર તેની સકારાત્મક અસર નોંધાઈ હતી.

પાછલા ત્રણ મહિનામાં રિલાયન્સ કંપનીના શેરમાં ૪૦ ટકા ઉછાળો
રિલાયન્સ કંપનીના શેરમાં પાછલા કેટલાક સમયથી સતત સુધારાની ચાલ નોંધાઈ હતી. કંપનીને રિલાયન્સ જિયોના મળેલાં રિસ્પોન્સથી તથા ગઇ કાલે ચોથા ત્રિમાસિક સમયગાળાના પરિણામથી આ કંપનીના શેરમાં ઉછાળો નોંધાતો જોવાયો હતો. પાછલા ત્રણ મહિનામાં આ કંપનીના શેરમાં ૪૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાતો જોવા મળ્યો છે.

બેન્કના શેરમાં સુધારાની ચાલ
એસબીઆઈ ૦.૩૨ ટકા
પંજાબ નેશનલ બેન્ક ૦.૬૧ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૭૮ ટકા
ICICI બેન્ક ૧.૧૪ ટકા
એક્સિસ બેન્ક ૦.૬૫ ટકા
કોટક મહિન્દ્રા બેન્ક ૦.૨૭ ટકા
ફેડરલ બેન્ક ૧.૬૭ ટકા

આ શેર ૫૨ સપ્તાહની ઊંચાઈએ નોંધાયા
રિલાયન્સ રૂ. ૧૪૬૫.૦૦
એચડીએફસી રૂ. ૧૫૪૬.૦૦
એચડીએફસી બેન્ક રૂ. ૧૫૪૦.૫૦
લાર્સન રૂ. ૧૭૪૪.૦૦
એબી નુવો રૂ. ૧૭૧૦.૦૦
ભારત ફર્જ રૂ. ૧૧૪૯.૭૦
કેનેરા બેન્ક રૂ. ૩૩૧.૦૦
દીવાન હાઉસિંગ રૂ. ૪૨૩.૮૦
ડીએલએફ રૂ. ૧૯૭.૪૦
ફેડરલ બેન્ક રૂ. ૯૫.૫૦
ગેઈલ રૂ. ૪૧૬.૭૫
ઈન્ડિયા સિમેન્ટ રૂ. ૨૦૬.૬૦
એલઆઈસી હાઉસિંગ રૂ. ૬૬૭.૦૦
એમઆરએફ રૂ. ૬૪૨૦૦.૦૦
વિજયા બેન્ક રૂ. ૭૮.૩૫
http://sambhaavnews.com/

You might also like