બેન્ક શેર ઘટતાં અટક્યાઃ શેરબજારમાં સાધારણ સુધારો

અમદાવાદ: આજે શરૂઆતે શેરબજાર સાધારણ સકારાત્મક ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૪૫ પોઇન્ટને સુધારે ૨૬,૩૫૩, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧ પોઇન્ટને સુધારે ૮૦૯૨ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.
ખાસ કરીને સ્મોલકેપ સેક્ટરના શેરમાં તેજીની ચાલ નોંધાઇ હતી, જોકે ઓટોમોબાઇલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના શેરમાં ઘટાડાની ચાલ નોંધાઇ હતી.

આજે શરૂઆતે ટીસીએસ, હીરો મોટો કોર્પ, હિંદુસ્તાન યુનિલિવર કંપનીના શેરમાં ૦.૫૬ ટકાથી એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. તો બીજી બાજુ એચડીએફસી અને સિપ્લા કંપનીના શેરમાં એક ટકાનો સુધારો જોવાયો હતો. બેન્ક નિફ્ટી પણ ૧૪ પોઇન્ટના સુધારે ૧૮,૦૮૩ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. એ જ પ્રમાણે બેન્ક શેરમાં સાધારણ સુધારો નોંધાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે શેરબજારમાં ક્રિસમસનો મૂડ જોવા મળી રહ્યો છે. એફઆઇઆઇ પણ નવી લેવાલીથી અળગા જોવા મળી રહ્યા છે તો બીજી બાજુ સકારાત્મક પરિબળના અભાવ વચ્ચે બજારમાં સ્ટેડી ચાલ જોવા મળી રહી છે.

બેન્ક શેર અપ
એસબીઆઈ ૦.૭૭ ટકા
બેન્ક ઓફ બરોડા ૦.૦૩ ટકા
ICICI બેન્ક ૦.૨૮ ટકા
એક્સિસ બેન્ક ૦.૩૪ ટકા
http://sambhaavnews.com/

You might also like