Categories: Business

નવેમ્બર સિરીઝની નિરાશાજનક શરૂઆત

અમદાવાદ: ગઇ કાલે શેરબજાર છેલ્લે સકારાત્મક બંધ થયા બાદ આજે શરૂઆતે શેરબજાર નીચા ગેપથી ખૂલ્યું હતું. નવેમ્બર સિરીઝની નિરાશાજનક શરૂઆત થયેલી જોવાઇ હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૧૬ પોઇન્ટના ઘટાડે ૨૭,૮૦૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના ઘટાડે ૮,૫૮૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, નિફ્ટી ૮,૬૦૦ની સપાટી તોડી નીચે ટ્રેડિંગમાં જોવા મળી હતી.

જોકે આજે શરૂઆતે ઓટોમોબાઇલ કંપનીના શેરમાં સુધારાની ચાલ જોવા મળી છે તો બીજી બાજુ બેન્ક શેરમાં પ્રોફિટ બુકિંગ નોંધાતું જોવા મળ્યું છે. આઇટી અને ટેક્નોલોજી કંપનીના શેર પણ પ્રેશરમાં જોવાયા છે. આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૪૮ ટકા, એચડીએફસીના શેરમાં ૧.૩૩ ટકા ઘટાડો નોંધાયો હતો, જ્યારે એશિયન પેઇન્ટ, ગેઇલ, ઇન્ફોસિસ, વિપ્રો, આઇટીસી, ભારતી એરટેલ, ટીસીએસ, સિપ્લા, એચડીએફસીના શેરમાં ૦.૩૦ ટકાથી એક ટકા સુધીનો ઘટાડો નોંધાતો જોવાયો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. સ્થાનિક બજારમાં પણ સેન્ટિમેન્ટ ખરડાયું છે ત્યારે રોકાણકારો સાવચેતીપૂર્વકની ચાલ ચાલી રહ્યા છે, જોકે ટાટા ગ્રૂપની કંપનીના શેરમાં છેલ્લા કેટલાક દિવસથી જોવાયેલ ઘટાડો અટક્યો તે એક સારો સંકેત ગણાવી શકાય તેવો મત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

divyesh

Recent Posts

Vibrant Gujarat: એક અનોખુ મોડલ, ઘર બેઠા મળશે 50 ટકા સસ્તા ફળ, 10 હજારને મળશે રોજગારી

અમદાવાદમાં રહેનારાઓ માટે આવ્યાં છે ખુશખબર. જો તમે ઓછી કિંમતમાં તાજા ફળ ખાવા ઇચ્છો છો તો તમારી આ ઇચ્છા જલ્દીથી…

7 hours ago

રખિયાલમાંથી બાળકીનું અપહરણઃ આરોપી ગણતરીની મિનિટોમાં પકડાયો

અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં ગઇ કાલે મોડી રાત્રે બે વર્ષની બાળકીનું અપહરણ કરીને એક પરપ્રાંતીય યુવક ફરાર થઇ જતાં સમગ્ર…

7 hours ago

રાહુલ ગાંધી 15મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શક્યતા

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો…

7 hours ago

આજે અંબાજીનો પ્રાગટ્ય મહોત્સવ: ઘેર ઘેર દીવા પ્રગટાવી વધામણાં

અમદાવાદ: આજે પોષી પૂનમ છે હિંદુ પંચાંગ અનુસાર બાર મહિનાની પૂનમમાં પોષ માસની પૂર્ણિમા વિશેષ મહત્ત્વની છે. સોમવારે કર્ક રાશિનો…

7 hours ago

ભારે ધસારાના પગલે ફ્લાવર શોની મુદત ચાર દિવસ લંબાવાય તેવી શક્યતા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાતમા ફ્લાવર શોનું ગત તા.૧૬ જાન્યુઆરીથી આયોજન કરાયું છે. આ વખતે પુખ્તો…

7 hours ago

પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી

નવી દિલ્હી: રૂ.૧૩,પ૦૦ કરોડના પીએનબી કૌભાંડમાં સરકાર માટે માઠા સમાચાર છે. આ કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીએ ભારતીય નાગરિકતા છોડી…

7 hours ago