Categories: Business

શેરબજારમાં આગઝરતી તેજીઃ નવી ઊંચાઈ બનાવી

અમદાવાદ: શેરબજારમાં આગઝરતી તેજી જોવા મળી છે. આજે શરૂઆતે બજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું. સ્થાનિક ફંડોની સતત લેવાલી વચ્ચે બીએસઇ સેન્સેક્સ ૧૮૨ પોઇન્ટના સુધારે ૩૦,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૩૦,૫૦૯ની સપાટીએ જોવા મળ્યો હતો, જ્યારે ઇન્ટ્રા ડે ટ્રેડિંગમાં નિફ્ટી ૪૨ પોઇન્ટના સુધારે ૯,૪૮૮ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે બેન્ક, ફાર્મા, આઇટી, ઓટોમોબાઇલ સેક્ટરની આગેવાનીએ બજારમાં આગેકૂચ જોવા મળી હતી. આજે શરૂઆતે ટીસીએસ કંપનીના શેરમાં ૧.૭૬ ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે ડો. રેડ્ડીઝ લેબ્સ અને ભારતી એરટેલ કંપનીના શેરમાં ત્રણ ટકાનો સુધારો નોંધાયો હતો. તો બીજી બાજુ એશિયન પેઇન્ટ, ભેલ અને કોલ ઇન્ડિયા કંપનીના શેરમાં વેચવાલી નોંધાઇ હતી. આ કંપનીના શેરમાં એક ટકા સુધીનો શરૂઆતે ઘટાડો નોંધાયો હતો.

મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરમાં પણ સુધારાની ચાલ જોવા મળી હતી. આજે શરૂઆતે ઇન્ડિયન હોટલ, ઓરેકલ ફાઇનાન્સ, જીએસડબ્લ્યુ સ્ટીલ, ફ્યુચર લાઇફ, મુંજાલ ઓટો, શાલિમાર પેઇન્ટ કંપનીના શેરમાં છ ટકાથી આઠ ટકા સુધીનો ઉછાળો જોવાયો હતો. બેન્ક નિફ્ટીમાં પણ ૦.૩ ટકાનો સુધારો નોંધાઇ ૨૨,૯૦૦ની સપાટીએ પહોંચી ગઇ હતી, જોકે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ઓઇલ એન્ડ ગેસ કંપનીના શેર પ્રેશરમાં જોવા મળ્યા હતા.

ઓટો શેરની ગાડી ફૂલ સ્પીડમાં
મારુતિ સુઝુકી ૦.૬૧ ટકા
હીરો મોટો કોર્પ ૦.૩૭ ટકા
આઈશર મોટર્સ ૦.૪૯ ટકા
ટાટા મોટર્સ ૧.૦૮ ટકા
બજાજ ઓટો ૦.૧૭ ટકા
અશોક લેલેન્ડ ૦.૭૫ ટકા
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

21 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

21 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

21 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

21 hours ago